For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને G7માં સામેલ કરવાના પ્લાન પર ચીન ગુસ્સે ભરાયું, કહ્યું- અમારી વિરુદ્ધની ઘેરાબંધી અસફળ રહેશે

ભારતને G7માં સામેલ કરવાના પ્લાન પર ચીન ગુસ્સે ભરાયું, કહ્યું- અમારી વિરુદ્ધની ઘેરાબંધી અસફળ રહેશે

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીને મંગળવારે ફન કર્યો. આ વાકચીતમાં તેમણે ભારતને જી7 સંગઠન માટે આમંત્રિત કર્યું છે. ટ્રમ્પે પીએમ મદીને એવા અવસરે આમંત્રણ આપ્યું છે જ્યારે એક તરફ ભારત કોરોના સામે જંગ લડી રહ્યું છે અને બીજી તરફ એલએસી પર ચીન સાથે તણાવ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. એવામાં ટ્મ્પના આ પ્રસ્તાવથી ચીન લાલચોળ થઈ ગયું હતું. હવે ચીનના વિદેશ મંતરાલય તરફથી ટ્રમ્પના પ્રસ્તાવ પર નિવેદન આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

G7

G7 શું છે અને તેનો ઉદ્દેશ્ય શું હોય છે?

ચીન તરફથી કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ ઘેરો બનાવવાની કોશિશ ચાલી રહી છે, જે સંપૂર્ણરીતે અસફળ અને અલોકપ્રિય રહેશે. ટ્રમ્પે આ સંગઠનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રશિયા અને સાઉથ કોરિયાને પણ ઈનવાઈટ કર્યા છે. જી7 એવા 7 દેશોનું સંગઠન છે જેની અર્થવ્યવસ્થા વિકસિક છે. આ સંગઠનમાં અમેરિકા, યૂનાઈટેડ કિંગ્ડમ, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને કેનેડા જેવા દેશ સામેલ છે. દર વર્ષે આ સંગઠનમાં સામેલ દેશોના મુખિયા વૈશ્વિક મુદ્દાઓ જેવા કે જળવાયુ પરિવર્તન, સુરક્ષા અને અર્થવ્યવસ્થા વગેરે પર ચર્ચા કરવા માટે એકઠા થાય છે. ટ્રમ્પે આ વર્ષે કરોના વાયરસના કારણે જી7 સંમેલનને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધું છે.

ચીન બોલ્યું- કોશિશ અસફળ રહેશે

ટ્રમ્પની ઈચ્છા છે કે જૂના પડી ચૂકેલા સંગઠનને જી10 અથવા જી11 સુધી લઈ જવું જોઈએ જેથી ભારત સહિત દેશોને પણ જગ્યા આપી શકાય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી મંગળવારે પ્રેસ કન્ફરન્સમાં ટ્રમ્પના ભારત સહિત ત્રણ દેશોના સંગઠનમાં સામેલ કરવાની યોજનાના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા માંગી. ઝાઓએ કહ્યું કે, ચીન માને છે કે તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને કોન્ફરન્સને દેશ વચ્ચે આંતરિક ભરોસાને વધારવામાં મદદ કરવી જોઈએ, દુનિયામાં શાંતિ અને વિકાસમાં ઉત્તેજન આપવું જોઈએ. તેમણેઆગળ કહ્યું કે, અમે માનીએ છીએ કે આ દુનિયામાં મોટાભાગના દેશો પાસે ભારે બહુમત છે અને તેમન રોલ ઘણો મહત્વનો થઈ જાય છે. ચીન વિરુદ્ધ કોઈપણ ઘેરાબંધી સંપૂર્ણપણે અસફળ અને અલોકપ્રિય રહેશે.

India-China Tension: ટ્રમ્પના મંત્રી બોલ્યા- કેટલીય જગ્યાએ પોતાની સેના વધારી રહ્યું છે ચીનIndia-China Tension: ટ્રમ્પના મંત્રી બોલ્યા- કેટલીય જગ્યાએ પોતાની સેના વધારી રહ્યું છે ચીન

English summary
us president donald trump invites india to G7 summit, china upsets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X