ટ્રમ્પ નું સરપ્રાઈઝ: કિમ જોંગ સાથે મુલાકાત, બધા જ થયા હેરાન

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા તાનાશાહ કિમ જોંગ ની મુલાકાત મેં મહિનામાં થવા જઈ રહી છે. જેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. આ મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કોરિયા પાસે કેટલાક પરમાણુ હથિયાર છે તેના વિશે ચર્ચા કરી શકે છે. જયારે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના એલાન થી વાઈટ હાઉસ પણ હેરાન છે. વાઈટ હાઉસ મુજબ આ મુલાકાત પહેલાથી બિલકુલ નક્કી કરવામાં આવી ના હતી. અચાનક થયેલા એલાન થી બધા જ હેરાન થઇ ચુક્યા છે.

વાઈટ હાઉસ પણ હેરાન

વાઈટ હાઉસ પણ હેરાન

અમેરિકી ન્યુઝ ચેનલ સીએનએન ઘ્વારા જણાવ્યા મુજબ વાઈટ હાઉસ અધિકારીઓને પણ તેના વિશે કોઈ જ માહિતી ના હતી. બ્રિફિંગ રૂમમાં જયારે ટ્રમ્પ ઘ્વારા નોર્થ કોરિયા પર પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે કોઈને પણ તેના પર વિશ્વાસ બેઠો નહીં.

વિદેશનીતિ સાથે જોડાયેલા ઓફિસર પણ હેરાન

વિદેશનીતિ સાથે જોડાયેલા ઓફિસર પણ હેરાન

ટ્રમ્પ પ્રસાશન અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મુલાકાત પહેલાથી બિલકુલ નક્કી કરવામાં આવી ના હતી. આ પુરી રીતે ટ્રમ્પનો જ નિર્ણય હતો. આ નિર્ણય વિશે ટ્રમ્પએ વિદેશનીતિ સાથે જોડાયેલા ટોપ ઓફિસરને પણ કઈ જણાવ્યું ના હતું. આ પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ નોર્થ કોરિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે નહીં.

પેન્ટાગન પણ હેરાન

પેન્ટાગન પણ હેરાન

સીએનએન રિપોર્ટ અનુસાર અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગન પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી હેરાન છે. ટ્રમ્પએ નોર્થ કોરિયા તાનાશાહ કિમ જોંગ સાથે મળવાના આમંત્રણ નો સ્વીકાર કર્યો. ત્યારપછી મેં મહિનામાં મુલાકાત નો નિર્ણય કર્યો તેમને વચન આપ્યું છે કે તેઓ પરમાણુ પરીક્ષણ બંધ કરશે.

કિમ જોંગ ઘ્વારા પરમાણુ પરીક્ષણ બંધ કરવાનું વચન

કિમ જોંગ ઘ્વારા પરમાણુ પરીક્ષણ બંધ કરવાનું વચન

આપને જણાવી દઈએ કે અત્યાર સુધી કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિ નોર્થ કોરિયાના લીડર સાથે મુલાકાત કરી નથી. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો રાજનૈતિક સંબંધ નથી. એટલું જ નહીં પરંતુ અમેરિકાની માંગ માનતા તેમને નિર્ણય કર્યો છે કે નોર્થ કોરિયા કોઈ પણ પ્રકારનું પરમાણુ અથવા મિસાઈલ પરીક્ષણ નહીં કરે.

નોર્થ કોરિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે

નોર્થ કોરિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે

વાઈટ હાઉસ પ્રેસ સેકેટરી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘ્વારા કિમ જોંગ સાથે મુલાકાત ને મંજૂરી આપી દીધી છે. હવે આ મુલાકાત ક્યારે અને ક્યાં થશે તેનો નિર્ણય થવાનો બાકી છે. એટલું જ નહીં પરંતુ તેમને જણાવ્યું છે કે નોર્થ કોરિયા પર બધા જ પ્રતિબંધ ચાલુ રહેશે.

English summary
US President donald trump meet north korean leader kim jon un in may first time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.