For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US પ્રમુખ ઓબામાએ બીજી મુદત માટે શપથ લીધા

|
Google Oneindia Gujarati News

obama-taking-oath
વૉશિંગ્ટન, 21 જાન્યુઆરી : યુએસના રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ રવિવારે અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના કાર્યાલયમાં બીજી મુદત માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસ ખાતે યોજવામાં આવેલી આ વિધિ એકદમ ખાનગી રાખવામાં આવી હતી.

વ્હાઈટ હાઉસના બ્લૂ રૂમમાં યોજાયેલી શપથ ગ્રહણ વિધિમાં ઓબામાએ પ્રમુખપદના શપથ માટે દેશના બંધારણમાં લખવામાં આવેલા શબ્દોનું પુનઃ ઉચ્ચારણ કર્યું હતું કે 'હું બરાક ઓબામા, દ્રઢતાપૂર્વક શપથ લઉં છું કે હું અમેરિકાનાં પ્રમુખના હોદ્દાની ફરજ ઈમાનદારીથી બજાવીશ અને હું મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે અમેરિકાના બંધારણનું રક્ષણ કરીશ અને તેનો બચાવ પણ કરીશ. ઈશ્વર મને એ માટે મદદ કરજો.'

ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં જ્યારે ઓબામાએ યુએસ પ્રમુખ તરીકે પહેલી વાર શપથ લીધેલા ત્યારે જોન રોબર્ટ્સ શપથ લેવડાવતી વખતે થોથવાઈ ગયા હતા. આ વખતે એમણે શપથ માટેની પ્રત્યેક લાઈન મોટેથી વાંચી હતી જેનો ઓબામાએ પુનરોચ્ચાર કર્યો હતો. પોતાના શપથશબ્દો બોલતી વખતે ઓબામાએ જમણો હાથ ઉપર રાખ્યો હતો અને ડાબો હાથ ધર્મ પુસ્તક બાઈબલ પર રાખ્યો હતો.

આ વિધિ લગભગ એક મિનિટ સુધી ચાલી હતી. વિધિ પૂરી થયા બાદ બરાક ઓબામા તેમનાં પત્ની મિશેલ અને બે પુત્રીઓ મલિયા અને સશાને ભેટ્યા હતા. એમણે નાની દીકરી સશાને એવી ટકોર પણ કરી હતી કે 'આઈ ડીડ ઈટ'.

હવે ઓબામા સોમવારે જાહેર સમારંભમાં ફરી શપથ લેશે અને ત્યારબાદ યુએસ કેપિટોલ હિલની બહાર એકત્ર થયેલી મેદની સમક્ષ આવીને સમગ્ર અમેરિકાની જનતાને સંબોધિત કરશે. તે પ્રસંગનું આખા વિશ્વમાં લાઇવ ટીવી પ્રસારણ કરવામાં આવશે.

રવિવારે સવારે ઉપપ્રમુખ તરીકે જૉ બિડને નેવલ ઓબ્ઝર્વેટરી ખાતે એક અલગ વિધિમાં તેમના હોદ્દાના શપથ લીધા હતા. ઓબામાએ ગયા વર્ષના નવેંબરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના મિટ રોમની સામે વિજય નોંધાવ્યો હતો.

English summary
US President Obama sworn in for 2nd term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X