For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election: વોટિંગ અને મતગણતરીની દરેક રાજ્યોની અલગ પ્રક્રિયા છે, જાણો

US Election: વોટિંગ અને મતગણતરીની દરેક રાજ્યોની અલગ પ્રક્રિયા છે, જાણો

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Presidential Elections 2020) માટે મતદાન થનાર છે. ભારતના સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યાની આજુબાજુમાં અમેરિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થશે. બેલેટની ગણતરી માટે અમેરિકાના દરેક રાજ્યમાં વિવિધ પ્રક્રિયા રહેલી છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે લાખો લોકોએ રૂબરૂ જઈને અથવા તો મેઈલ થકી અર્લી વોટિંગ કરી દીધું છે અને હજી લાખો લોકો મતદાન દિવસના દિવસે વોટ આપશે. અહીં જાણો મહત્વના રાજ્યોમાં ચૂંટણી ક્યારે પૂરી થશે અને રિઝલ્ટ ક્યારથી દેખાવા લાગશે.

મહત્વના રાજ્યોમાં બેલેટની ગણતરી ક્યારે થશે?

અર્લી વોટિંગની ગણતરી અને રિપોર્ટિંગ માટે દરેક રાજ્ય પાસે અલગ અલગ પ્રક્રિયા છે. સીએનએનના રિપોર્ટમાં એવાં નવ સ્ટેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં ખરાખરીની ટક્કર થઈ શકે છે. તો આ નવ સ્ટેટમાં બેલેટની ગણતરી ક્યારે અને કેવી રીતે થશે જાણો...

ફ્લોરિડા

ફ્લોરિડા

ચૂંટણી પહેલાં મતદાનઃ 3 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. 24 સપ્ટેમ્બરે અર્લી વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને 3 નવેમ્બરે ગણતરી થઈ.

અપેક્ષિત શું છેઃ સાંજે 8 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ થઈ જશે અને તે પહેલાં મોટાભાગના અર્લી વોટિંગનું રિઝલ્ટ જાહેર થઈ જાય તેવી સંભાવના છે. મતદાનની રાત્રીએ જ મોટાભાગની ગણતરી થઈ જાય ચે.

જ્યોર્જીયા

અર્લી વોટિંગઃ 3 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. 19 ઓક્ટોબરે જ રિસિપ્ટ પર સિગ્નેચર મેચિંગ અને સ્કેનિંગ શરૂ થઈ ગયું હતું, ટેબ્યૂલેટિંગ (ડેટા એકત્રિકરણ 3 નવેમ્બરે શરૂ)

શું અપેક્ષા છેઃ સાંજે 7 વાગ્યાની આજુબાજુમાં વોટિંગ સમાપ્ત થશે. અર્લી વોટિંગ અને 3 નવેમ્બરના રિઝલ્ટ જાહેર કરવાના હુકમ પર કાઉન્ટીઓ બદલાય છે. મતદાનની રાત્રીએ જ મોટાભાગના મતની ગણતરી કરી લેવામાં આવે છે.

ટેક્સાસ

ટેક્સાસ

અર્લી વોટિંગઃ 4 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. વડી કાઉન્ટીઓએ 22 ઓક્ટોબરે પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, મેઈલ દ્વારા મળેલા વોટની ગણતરી 30 ઓક્ટોબરે કરી લેવામાં આવી છે. નાની કાઉન્ટીઓમાં 30 ઓક્ટોબરે પ્રક્રિયા શરૂ થઈ, 3 નવેમ્બરે મેઈલ દ્વારા મળેલા વોટની ગણતરી થઈ અને રૂબરૂમાં જેમણે મત આપ્યા તેવા મતદાતાના વોટની ગણતરી પણ ત્રણ નવેમ્બરે થઈ.

શું અપેક્ષા છેઃ સાંજે 9 વાગ્યાની આસપાસ મતદાન પૂર્ણ થશે. મોટાભાગની કાઉન્ટી પહેલાં અર્લી વોટ જાહેર કરશે. ટેક્સાસ મોટેભાગે મતદાન વાળી રાત્રીએ જ મતગણતરી કરી લે છે.

નોર્થ કેરોલિના

અર્લી વોટિંગઃ 12 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. 29 સપ્ટેમ્બરે પ્રક્રિયા આરંભાઈ, 3 નવેમ્બરે મતગણતરી.

શું અપેક્ષા છેઃ 7:30 PM મતદાન પૂર્ણ. મોટાભાગની કાઉન્ટી અર્લી વોટિંગનું રિઝલ્ટ પહેલાં જાહેર કરી દે છે. નોર્થ કેરોલિના પણ મતદાનની રાત્રીએ જ મોટાભાગના વોટની ગણતરી કરી લે છે, મોડા પહોંચેલા બેલેટ ગણવામાં વિલંબ થઈ શકે છે.

ઓહાયો

ઓહાયો

અર્લી વોટિંગઃ 13 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. 6 ઓક્ટોબરે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી અને 3 નવેમ્બરે ગણતરી હાથ ધરવામાં આવી.

શું અપેક્ષા છેઃ 7:30 ની આજુબાજુમાં મતદાન પૂર્ણ. મોટાભાગની કાઉન્ટી 3 નવેમ્બરના પરિણામ પહેલાં અર્લી વોટિંગના પરિણામ જાહેર કરી દે છે અને ઓહાયોમાં પણ વોટિંગની રાત્રીએ જ મતગણતરી કરી લેવામાં આવે છે.

આ રાજ્યોમાં મતગણતરી ચૂંટણીના દિવસ પછી થાય છે

એરિઝોના

અર્લી વોટિંગઃ 3 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. રિસિપ્ટની પ્રક્રિયા અને ટેલીની પ્રક્રિયા 20 ઓક્ટોબરે શરૂ થઈ ગઈ.

શું અપેક્ષા છેઃ 9PM મતદાન પૂર્ણ થશે. પહેલાં અર્લી વોટિંગનું રિઝલ્ટ જાહેર થશે, ચૂંટણી પૂરી થયાના એક કલાક પછી વોટ જાહેર કરે છે. ઈલેક્શન નાઈટ બાદ એરિઝોનામાં વિશાળ સંખ્યામાં બેલેટની ગણતરી કરવાની રહી જાય ચે.

વિસ્કોન્સિન

અર્લી વોટિંગઃ પ્રક્રિયાંવિત અને ગણતરી 3 નવેમ્બરે, મેઈલ બેલેટ 3 નવેમ્બર સુધીમાં પહોંચી જવા જોઈએ.

શું અપેક્ષા છેઃ 9PM મતદાન પૂર્ણ થશે. કાઉન્ટીઓ પ્રી ઈલેક્શન અને 3 નવેમ્બરનું રિઝલ્ટ જાહેર કરવામાં બદલાવ કરી શકે છે. કેટલીક મ્યૂનિસિપાલિટી પહેલાં 3 નવેમ્બરના મતો પહેલાં જાહેર કરે છે જ્યારે અન્યો બેલેટ અને 3 નવેમ્બર બંનેના રિઝલ્ટ સાથે જાહેર કરે છે. વિસ્કોન્સિનમાં ચાર નવેમ્બર સુધીમાં મતગણતરી પૂરી થઈ જવાની સંભાવના છે.

મિશિગન

અર્લી વોટિંગઃ 3 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. કેટલાક મોટા શહેરોમાં 2 નવેમ્બરે જ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે જ્યારે બાકીના શહેરોમાં 3 નવેમ્બરે પ્રક્રિયા શરૂ થઈ અને 3 નવેમ્બરે જ મતગણતરી પણ થશે.

શું અપેક્ષા છેઃ સાંજે 9 વાગ્યે મતદાન પૂર્ણ થાય. 3 નવેમ્બરનું પરિણામ અને અર્લી વોટિંગનું પરિણામ જાહેર કરવાના ક્રમમાં કાઉન્ટી ફેરબદલ કરી શકે છે. મિશિગનમાં 6 નવેમ્બર સુધીમાં મતદાન પૂરું થવાની શક્યતા છે.

પેન્સિલ્વેનિયા

અર્લી વોટિંગઃ 6 નવેમ્બર સુધીમાં મેઈલ બેલેટ પહોંચી જવા જોઈએ. 3 નવેમ્બર સુધી પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવતી કે ગણતરી કરવામાં નથી આવતી.

હુ રાષ્ટ્રપતિ બન્યો તો પહેલા દિવશે જ કોરોના વિરૂદ્ધ એક્શન પ્લાનની જાહેરાત કરીશ: બિડેનહુ રાષ્ટ્રપતિ બન્યો તો પહેલા દિવશે જ કોરોના વિરૂદ્ધ એક્શન પ્લાનની જાહેરાત કરીશ: બિડેન

શું અપેક્ષા છેઃ 8PM મતદાન પૂર્ણ થાય. ઈલેક્શન ડે સુધી કાઉન્ટીઓએ બેલેટની ગણતરી કરવાની જરૂરત નથી હોતી. કેટલીક કાઉન્ટી ઈલેક્શન નાઈટ પર એકેય મેઈલ બેલેટની ગણતરી નહિ કરે. નવેમ્બર 3 અને અર્લી વોટિંગના રિઝલ્ટ જાહેર કરવામાં કાઉન્ટી બદલાવ કરી શકે છે, જ્યારે કેટલીક કાઉન્ટીઓ ઈલેક્શન ડે અને અર્લી વોટિંગના મતગણતરીનું રિઝલ્ટ એકસાથે જાહેર કરે છે. પેન્સિલવેનિયામાં 6 નવેમ્બર સુધીમાં મતગણતરી પૂરી થાય તેવી શક્યતા છે.

English summary
When polls will close in key states -- and when ballots will be counted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X