For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 1568 લોકોના મોત

અમેરિકાામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 1568 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે અમેરિકામાં 1568 લોકોએ જીવ ગુમાવ્યા છે, જૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટીના રિપોર્ટ મુજબ પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 78746 થઈ ગઈ છે, જ્યારે કોવિડ 19થી સંક્રમિત કુલ લોકોની સંખ્યા 13.47 લાખ થઈ ચૂકી છે, દેશમાં કોરોના વાયરસને પગલે ખરાબ હાલાત માટે પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે, બરાક ઓબામાએ કોરોના વિરુદ્ધ જંગમાં અમેરિકી પ્રશાસનના વલણને અરાજક આપદા ગણાવી દીધી છે.

coronavirus

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પના પર્સનલ આસિસ્ટેન્ટ કથિત રીતે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે, સીએનએનના રિપોર્ટ મુજબ જે શખ્સને સંક્રમણ થયું, તે પાછલા કેટલાક અઠવાડિયાથી ઈવાંકા સાથે નહોતો, ઈવાંકા અને તેના પતિ જેરેડ કુશ્નર બંનેના કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જણાવી દઈએ કે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેંસની પ્રેસ સચિવ કૈટી મિલર પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી.

ભારતમાં કોરોનાના મામલા વધીને 59 હજારને પાર

ભારતમાં કોરોના વાયરસના મામલા વધીને 59662 થઈ ગયા છે, અત્યાર સુધી 1981 લોકોના જીવ ચાલ્યા ગયા છે, રાહતની વાત એ છે કે 17847 લોકો કોરોનાને હરાવી પોતાના ઘરે પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષ વર્ધને કોરોના વાયરસને લઈ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પૂર્વી રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રિઓ સાથે બેઠક કરી, તેમણે જણાવ્યું કે શનિવારે નોર્થ ઈસ્ટના તમામ 8 રાજ્યોના મંત્રીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી છે, કોવિડ વિશે બીજા મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી, નોર્થ ઈસ્ટ રાજ્યોએ ઘણું સારું કામ કર્યું છે, ત્યાં કુલ 194 મામલા સામે આવ્યા છે.

Mother's Day 2020: આખરે કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે, જાણો કેવી રીતે થઈ શરૂઆતMother's Day 2020: આખરે કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે, જાણો કેવી રીતે થઈ શરૂઆત

English summary
US records 1,568 coronavirus deaths in the past 24 hours, bringing the total to 78,746 according to Johns Hopkins University: AFP news agency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X