1984ના ભારત રમખાણો જનસંહાર નથીઃ અમેરિકા

આ સંબંધમાં વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા અમેરિકામાં સિખ સમુદાયના એક વર્ગ દ્વારા ઓનલાઇન અર્જી અભિયાન ચલાવ્યાના કેટલાક મહિનાઓ બાદ આવી છે, જેમાં ઓબામા પ્રશાસને વર્ષ 1984ના રમખાણોને જનસંહાર ગણાવવામાં આવે તેવી માંગ કરી હતી.
15 નવેમ્બર 2012એ તૈયાર કરવામાં આવેલી અરજી પર અમુક સપ્તાહોની અંદર જ 30 હજાર લોકોએ હસ્તાક્ષર કર્યા. 25 હજારથી વધુ હસ્તાક્ષરવાળી પ્રત્યેક અરજીની સમીક્ષા કરવામાં આવે છે અને તેના પર પ્રતિક્રિયા આપવામાં આવે છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકાએ વર્ષે 1984 દરમિયાન અને ત્યારબાદ થયેલી હિંસા પર ધ્યાન આપ્યું અને આ અહેવાલ આપ્યો કે સિખ સમુદાયના સભ્યો વિરુદ્ધ ગેરવર્તણૂક થયું છે અને માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે.












Click it and Unblock the Notifications
