For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં જલ્દી થશે H-1B વિઝામાં ફેરફાર, ભારતીયો માટે ગુડ ન્યૂઝ

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક વાર ફરીથી એચ-1 બી વિઝામાં મોટા ફેરફારની યોજના બનાવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક વાર ફરીથી એચ-1 બી વિઝામાં મોટા ફેરફારની યોજના બનાવી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યુ કે હવે તેમના દેશમાં માત્ર યોગ્ય લોકોને કામ કરવાની અનુમતિ આપવામાં આવશે. ટ્રમ્પનું આ પગલુ ખાસ કરીને એ ભારતીય આઈટી પ્રોફેશનલ્સને એ જબરદસ્ત રીતે પ્રભાવિત કરવાનું છે જે અમેરિકામાં લાંબા સમયથી ત્યાં રહેવા અને ત્યાંની નાગરિકતા મેળવવા ઈચ્છે છે.

US

ટ્રમ્પે ટ્વીટ કરીને શુક્વારે સ્પષ્ટ કર્યુ છે કે તેમની સરકાર એચ-1બી વિઝામાં ફેરફાર કરીને અમેરિકા હાઈલી સ્કીલ્ડ અને ટેલેન્ટેડ લોકોને રોકાવાની અનુમતિ આપશે. ભારતીયો માટે આ પગલુ સારુ માનવામાં આવી રહ્યુ છે જે અમેરિકામાં જૉબ કરવા માટે ગયા છે અને હવે ત્યાં જ રહેવા ઈચ્છે છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યુ, 'અમેરિકામાં એચ-1 બી વિઝા હોલ્ડર્સ આશ્વાસન આપી શકીએ છીએ કે ફેરફાર બહુ જલ્દી થવાના છે જે તમારા પ્રવાસને સરળતા અને નિશ્ચિતતા બંને આપશે જેમાં તમારી નાગરિકતાનો એક સંભવિત માર્ગ પણ શામેલ થશે. અમે અમેરિકામાં કેરિયરના વિકલ્પોને આગળ વધારવા માટે હાઈલી સ્કિલ્ડ અને ટેલેન્ટેડ લોકોને પ્રોત્સાહિત કરવા ઈચ્છીએ છીએ.'

ટ્રમ્પનું આ પગલુ અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય વ્યવસાયકારો માટે એક સારા સમાચાર છે. ખાસ કરીને આઈટી સેક્ટરમાં કામ કરી રહેલા લોકો માટે જે છેલ્લા એક દશકથી ગ્રીના કાર્ડ કે સ્થાયી કાનૂની નિવાસ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. પોતાના કાર્યકાળના પ્રારંભિક બે વર્ષોમાં ટ્રમ્પ પ્રશાસને એચ-1 બી વિઝા હોલ્ડર્સ માટે અમેરિકામાં રહેવા અને વિઝા લંબાવવા કે નવા વિઝા જારી કરવા જેવા કઠોર નિયમો લાગુ કરી દીધી હતા. ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે એચ-1 બી વિઝાની સૌથી વધુ માંગ રહે છે. આ એક બિન-અપ્રવાસી વિઝા છે જે અમેરિકાની કંપનીઓ વિશેષ પ્રોફેશનોમાં વિદેશી શ્રમિકોને નિયુક્ત કરવાની અનુમતિ આપે છે.

આ પણ વાંચોઃ આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નહોતાઃ જસ્ટીસ પટનાયકઆ પણ વાંચોઃ આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નહોતાઃ જસ્ટીસ પટનાયક

English summary
US to make major changes in H-1B visa programme to attract talented professionals: Trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X