For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પૉઝિટીવ

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. વ્હાઈટ હાઉસે ગઈ કાલે મોડી સાંજે આ માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વાઈસ પ્રેસિડેન્ટ હેરિસનો કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. વ્હાઈટ હાઉસ તરફથી આ માહિતી મોડી સાંજે શેર કરવામાં આવી છે. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે અને તેમને કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

kamala harris

અમેરિકી મીડિયા અનુસાર હાલમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસમાં કોરોનાના કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા. પરંતુ હવે તે ઉપરાષ્ટ્રપતિના આવાસથી કામ કરતા રહેશે. મીડિયાને જાહેર કરેલ નિવેદનમાં વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યુછે કે તેમના હાલના કાર્યક્રમોના કારણે તે રાષ્ટ્રપતિ કે પ્રથમ મહિલાના નજીકના સંપર્કમાં નથી રહ્યા. હેરિસને હવે ડૉક્ટરોની સલાહ મુજબ કોવિડ સંક્રમણને નિયંત્રિત કરવા માટે જરુરી સૂચનો મુજબ રહેવાનુ રહેશે. તેમનો આગલો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યા પછી તે વ્હાઈટ હાઉસમાં પાછા જઈ શકશે.

57 વર્ષીય હેરિસે પદભાર ગ્રહણ કર્યાના અમુક સપ્તાહ પહેલા મૉડર્ન કોવિડ-19 વેક્સીનનો પોતાનો પહેલો ડોઝ લીધો હતો. તેમને ઓક્ટોબરના અંતમાં એક બૂસ્ટર શૉટ અને 1 એપ્રિલે એક વધુ બૂસ્ટર ડોઝ લગાવવામાં આવ્યો હતો. વળી, હાલના દિવસોમાં જે રીતે કોરોના સંક્રમણનો ગ્રાફ વધ્યો છે તે ચિંતાનો વિષય છે. અમેરિકા જેવા દેશોએ પણ આ મહામારી આગળ ઘૂટણ ટેકવી દીધા હતા.

ચીનના શાંઘાઈમાં એક વાર ફરીથી કોરોનાએ પોતાના પગ પ્રસારવાનુ શરુ કરી દીધુ છે. ચીનની રાજધાની બેઈજિંગના સ્થાનિક સરકારે ચાઓયાંગ જિલ્લામાં સપ્તાહમાં ત્રણ વાર સામૂહિક કોવિડ ટેસ્ટ કરાવવાના અભિયાનની શરુઆત કરી છે. શાંઘાઈમાં કોરોનાથી અત્યાર સુધી 87 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીની ન્યૂઝ એજન્સી સિન્હુઆએ નગરપાલિકા આરોગ્ય પંચના હવાલાથી કહ્યુ છે કે ગયા રવિવારે શાંઘાઈમાં 39 લોકોના કોરોના વાયરસથી મોત થઈ ગયા હતા.

English summary
US Vice President Kamala Harris found corona positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X