For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ભારતને ગણાવ્યુ વૈશ્વિક શક્તિ, ઈંડો-પેસિફિક ક્ષેત્રમાં અમારા મહત્વના સહયોગી

ભારતની વૈશ્વિક પટલ પર વધતી તાકાતને હવે દુનિયાની સુપર પાવરે પણ સ્વીકારી લીધી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ભારતની વૈશ્વિક પટલ પર વધતી તાકાતને હવે દુનિયાની સુપર પાવરે પણ સ્વીકારી લીધી છે. અમેરિકાએ મંગળવારે ભારતને ઈંડો-પેસિફિક રીજનનો મહત્વનુ સહયોગી ગણાવ્યુ છે. અમેરિકાએ કહ્યુ કે અમે અગ્રણી વૈશ્વિક શક્તિ કરીકે ભારતના ઉદ્ધવનુ સ્વાગત કરીએ છીએ. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતા નેટ પ્રાઈસે કહ્યુ કે ઈંડો-પેસિફિક રીજનમાં સારી સુરક્ષા પૂરી પાડવામાં ભારતની ભૂમિકા મહત્વની છે.

india-us

નેડ પ્રાઈસે કહ્યુ કે અમે કૂટનીતિક અને સુરક્ષા સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર એકબીજાના સહયોગી છે. જેમાં રક્ષા, નૉન પ્રોલિફિકેશન, ઈંડો-પેસિફિકમાં ક્ષેત્રીય સહયોગ, કાઉન્ટર ટેરરિઝમ, શાંતિ સ્થાપના, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, ટેકનોલૉજી, કૃષિ, સ્પેસ મહત્વના ક્ષેત્ર છે. યુએનએસસીમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતનુ અમેરિકાએ સ્વાગત કર્યુ. તેમણે કહ્યુ કે અમેરિકા ભારતનુ સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે વેપાર 2019માં 146 બિલિયન યુએસ ડૉલર સુધી વધી ગયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન અમેરિકાના વિદેશ સચિવ એંટની બ્લિંકન અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો. પ્રાઈસે કહ્યુ કે બ્લિંકને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી. મને લાગે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઘણી મહત્વપૂર્ણ ભાગીદારી છે. અમે આગળ પણ આ ભાગીદારીને મજબૂત કરવા માટે આશ્વસ્ત છીએ.

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ પર રાઈસે કહ્યુ કે અમે સ્થિતિને ઘણી નજીકથી જોઈ રહ્યા છે. અમે જાણીએ છીએ કે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમે સીધા વાતચીત કરીને સીમા વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં મદદ માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે જે રીતે બેઈજિંગ પડોશી દેશોને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે તે ચિંતાનો વિષય છે.

પેટ્રોલના ભાવમાં વધારો, મુંબઈમાં કિંમત 94ને પારપેટ્રોલના ભાવમાં વધારો, મુંબઈમાં કિંમત 94ને પાર

English summary
US welcomes India's emergence as leading global power calls it most important partner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X