ઈરાનને અમેરિકાની અપીલ, કહ્યું- પ્રદર્શનકારીઓને ના મારો, વાતચીતના દરવાજા ખુલા છે
નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ પર દુનિયાભરની નજરો ટકેલી છે. ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ ફરી એકવાર ઉઠાવ્યાં અને રવિવારે અમેરિકાએ ફરીથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ઈરાકના અલ બલાદ એરબેસ પર અમેરિકી ઠેકાણાઓ પર 8 રોકેટ દાગ્યા છે, જેમાં બે ઈરાકી ઑફિસર સહિત 4 લોકો ઘાયલ થયા છે. ઈરાકની કાર્યવાહી બાદ અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે તેઓ પોતાના પ્રદર્શનકારીઓને ના મારે. જ્યારે ઈરાકના અળ બલાદ એરબેસ પર ઈરાન દ્વારા કરવામાં આવેલ હુમલાને લઈ અમેરિકાએ નારાજગી જતાવી છે અને ઈરાકને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ હુમલામાં બે ઈરાકી ઑફિસર પણ ઘાયલ થયા છે.
જ્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારો કર્યો છે કે ઈરાન સાથે હજી પણ વાતચીતના દરવાજા ખુલ્લા છે. અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પરે કહ્યું કે ટ્રમ્પે હજી પણ ઈરાનના નેતાઓ સાથે વાતચીતની ઈચ્છા જતાવી છે. જ્યારે ઈરાનમાં લોકો પોતાની જ સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. ઈરાની સરકારે દાવો કર્યો છે કે તેમણે ભૂલથી તેહરાનમાં યૂક્રેનના એરલાઈનને ઠાર મારી, જેમાં 176 યાત્રીઓના મોત થઈ ગયાં. ઈરાન સરકારના કબૂલનામા બાદ હવે લોકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
US President Donald Trump: National Security Adviser suggested today that sanctions&protests have Iran “choked off”, will force them to negotiate. Actually,I couldn’t care less if they negotiate. Will be totally up to them but, no nuclear weapons and “don’t kill your protesters.” pic.twitter.com/O7UKIfwXVt
— ANI (@ANI) January 13, 2020
એક તરફ જ્યાં અમેરિકાએ વાતચીત માટે ઈશારો કર્યો છે ત્યાં જ રવિવારે ઈરાને ઈરકમાં અમેરિકી એરબેસ પર હુમલો કર્યો. અમેરિકાના વલણને જોતા સાફ જણાઈ રહ્યું છે કે તેઓ ચુપ નહિ રહે અને ઈરાનના હુમલાનો જવાબ જરૂર આપશે. ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર ઈરાની સેનાના જનરલ કમાંડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ અમેરિકા અને ઈરાનમાં તણઆવ યથાવત છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણે હુમલો કરવાની ધમકી આપી