For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ પર તાલિબાનનો કબ્જો, અમેરિકાએ હાથ ખંખેર્યા, નિવેદન જાહેર કરીને કહી આ વાત

અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનનની બગડતી સ્થિતિને જોતા અમે સતત મદદ પૂરી પાડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ વચ્ચે સૌથી મોટો પડકાર એ છે કે વિદેશી નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી કેવી રીતે સુરક્ષિત બહાર કાઢવામાં આવે. તાલિબાનના લડાકુઓ હવે કાબુલમાં આવી ચૂક્યા છે અને તેમણે રાષ્ટ્રપતિ પેલેસ પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનનની બગડતી સ્થિતિને જોતા અમે સતત મદદ પૂરી પાડી રહ્યા છે અને દરેક પક્ષ સાથે વાત કરી રહ્યા છે કે વિદેશી નાગરિકો કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગતા હોય તેમને સુરક્ષિત કેવી રીતે બહાર કાઢવામાં આવે.

biden-taliban

અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જે લોકો પાવરમાં છે અને અફઘાનિસ્તાનના પ્રશાસનની એ જવાબદારી છે કે તે લોકોના જીવન અને સંપત્તિની રક્ષા કરે અને તત્કાલ સિવિલ લૉ એન્ડ ઑર્ડર અને સુરક્ષા ચાલુ કરે. જે અફઘાની અને આંતરરાષ્ટ્રીય નાગરિક અફઘાનિસ્તાન છોડવા માંગતા હોય તેમને દેશ છોડવાની મંજૂરી આપવી જોઈએ. રસ્તા, એરપોર્ટ, બૉર્ડર ક્રોસિંગ ખુલ્લા રહેવા દેવા જોઈએ અને શાંતિ સ્થાપવી જોઈએ. અફઘાનના લોકોને સુરક્ષા, સમ્માન અને સ્વાભિમાન સાથે રહેવાનો અધિકાર છે. અમે તેમની મદદ માટે તૈયાર છીએ.

અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે હાલમાં અમે હામિદ કરજઈ એરપોર્ટને સુરક્ષા આપવાનુ કામ કરી રહ્યા છીએ જેથી અમેરિકી અને મિત્ર દેશોના જવાનોને સુરક્ષિત સિવિલિયન અને મિલિટ્રી ફ્લાઈટથી સુરક્ષિત બહાર કાઢી શકાય. અમે પોતાના જવાનોની સંખ્યાને આવતા 48 કલાકમાં 6000 સુધી વધારી દઈશુ અને એર ટ્રાફિક કંટ્રોલને નિયંત્રણમાં લઈ લઈશુ. આવનારા દિવસોમાં અમે હજારો અમેરિકા નાગરિકો કે જેઓ અફઘાનિસ્તારમાં છે યુએસ મિશન હેઠળ તૈનાત હતા તેમને અને તેમના પરિવારોને બહાર કાઢીશુ.

English summary
USA issues statement and sidelines its ways from Afghanistan amid chaos in Kabul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X