For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખતરનાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સાથે સંબંધો પર મહત્વનું નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સાથે સંબંધો પર મહત્વનું નિવેદન આપ્યુ છે. ટ્રમ્પે કહ્યુ છે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બહુ-બહુ જ ખરાબ સ્થિતિમાં છે.' ટ્રમ્પે જણાવ્યુ કે જમ્મુ કાશ્મીરમાં તણાવની સ્થિતિ વચ્ચે જ તેમનુ પ્રશાસન બંને દેશો સાથે સતત સંપર્કમાં છે. તેમણે ભારત પાક વચ્ચે ચાલી રહેલ તણાવપૂર્ણ સ્થિતિ જલ્દી સામાન્ય થવાની આશા વ્યક્ત કરી છે.

જલ્દી કાબુમાં થાય સ્થિતિ

જલ્દી કાબુમાં થાય સ્થિતિ

ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં હાજર મીડિયાને કહ્યુ, ‘હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ઘણી-ઘણી ખરાબ છે. સ્થિતિ ઘણી ખતરનાક છે. અમે ઈચ્છીએ છીએ કે આ જલ્દી અટકે. ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે આ બંધ થાય. અમેરિકા આ પ્રક્રિયામાં ઘણી હદ સુધી શામેલ છે.' અમેરિકી રાષ્ટ્રપતિએ આ વાત એ સમયે કહી જ્યારે તેમને 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદે લીધી હતી.

ભારતની તકલીફથી વાકેફ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, ‘ભારત હાલમાં ઘણા મજબૂત વિકલ્પો તરફ જોઈ રહ્યુ છે. ભારતે હુમલામાં પોતાના 50 લોકોને ગુમાવી દીધા છે અને હું આ વાત સમજી શકુ છુ.' ટ્રમ્પે એમ પણ કહ્યુ કે તેમનુ પ્રશાસન બંને દેશોની ઑથોરિટીઝ સાથે વાતચીત કરી રહ્યુ છે. ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી, બિયાસ અને સતલજ નદીનું પાણી રોકવાનો પણ નિર્ણય લીધો છે. પાકિસ્તાનનું કહેવુ છે કે તેને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે ભારત ત્રણ નદીઓના પાણી રોકવા તરફ આગળ વધી રહ્યુ છે.

પુલવામા બાદ બગડી સ્થિતિ

પુલવામા બાદ બગડી સ્થિતિ

ટ્રમ્પે કહ્યુ, ‘અમે વાત કરી રહ્યા છે અને ઘણા લોકો વાતચીતન પ્રક્રિયામાં શામેલ છે. આ ઘણુ નબળુ સંતુલન છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે કંઈ પણ થયુ છે તે બાદ ઘણી સમસ્યાઓ હાજર છે.' અમેરિકી રાષ્ટ્રપતિ મુજબ અમેરિકાએ ભારત અને પાકિસ્તાન સાથે સંબંધ બહેતર કર્યા છે અને બંને દેશોના નેતાઓ અને અધિકારીઓ સાથે મીટિંગ પર કામ ચાલી રહ્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે તેમણે પાકિસ્તાનને 1.3 બિલિયન ડૉલરની મદદ રોકી છે જે પહેલા પાકને મળતી હતી. આ દરમિયાન પાકિસ્તાન સાથે અમુક મીટિંગ પણ થઈ છે.

પાકિસ્તાને ઉઠાવ્યો અમેરિકાનો ફાયદો

પાકિસ્તાને ઉઠાવ્યો અમેરિકાનો ફાયદો

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યુ, ‘પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિઓના શાસનકાળમાં અમેરિકાનો ખૂબ ફાયદો ઉઠાવી ચૂક્યુ છે. મે 1.3 બિલિયન ડૉલરની મદદ રોકી કારણકે તે અમારી જેવી મદદ કરવી જોઈતી હતી તેવી મદદ નહોતા કરી રહ્યા.' પરંતુ આ સાથે તેમણે એ પણ કહ્યુ કે પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધ હમણા અમુક મહિનામાં સુધર્યા છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાનઆ પણ વાંચોઃ અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન

English summary
US President Donald Trump has said that situation between Indian and Pakistan is very very bad situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X