For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઈસ પ્રેસિડેન્ટે ટ્રમ્પને રાહત આપી, 25મું સંવિધન સંશોધન લાગૂ નહિ થાય

વાઈસ પ્રેસિડેન્ટે ટ્રમ્પને રાહત આપી, 25મું સંવિધન સંશોધન લાગૂ નહિ થાય

|
Google Oneindia Gujarati News

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને રાહત મળી છે. વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેંસે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સંવિધાનના 25મા સંશોદનનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો છે. વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેંસે હાઉસ ઑફ રિપ્રજેંટેટિવ સ્પીકર નેંસી પેલોસીને લખેલા લેટરમાં કહ્યું કે તેઓ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પદથી બરખાસ્ત કરતા સંવિધાનના 25મા સંશોધનનો વિરોધ કરશે.

અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેંસે હાઉસ ઑફ રિપ્રજેંટેટિવ સ્પીકર નૈંસી પોલને લખેલા પત્રમાં કહ્યું કે સંવિધાનનું 25મું સોશોધન એવી પરિસ્થિતિઓમાં લાગૂ થાય છે જ્યારે પ્રેસિડેન્ટ પદ પર બેઠેલો વ્યક્તિ માનસિક રીતે બીમાર થઈ જાય, તેના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હોય, પરંતુ વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર આવા આરોપો નથી. આ હિસાબે તેમના પર સંવિધાનનું 25મું સંશોધન લાગૂ ના થઈ શકે. હાઉસ ઑફ રિપ્રજેંટેટિવ સ્પીકર નૈેંસી પેલોસીએ વાઈસ પ્રેસિડેન્ટ પર દબાણ બનાવતા કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને સેવા કરવા માટે અયોગ્ય ઠેરવી તેમના પર સંવિધાનનું 25મું સંશોધન લાગૂ કરવામાં આવે. જે લાગૂ કરવાથી વાઈસ પ્રેસિડેન્ટે ઈનકાર કરી દીધો.

25મું સંવિધાન સંશોધન દેશહિતમાં નથી

25મું સંવિધાન સંશોધન દેશહિતમાં નથી

વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેંસે પોતાના લેટરમાં કહ્યું કે, 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ હિંસા બાદ દેશના તમામ નાગરિકો આઘાતમાં છે. અને અમેરિકી સાંસદ માટે આ સમય અમેરિકી જનતાને એકસાથે લઈને ચાલવાનો છે. પરંતુ એવા સમયે જ્યારે નવા પ્રેસિડેન્ટને પોતાનો કાર્યભાર સંભાળવામાં માત્ર એક અઠવાડિયાનો સમય બચ્યો છે, ત્યારે મારી પાસે માંગ કરવામાં આવી રહી છે કે હું પ્રેસિડેન્ટ વિરુદ્ધ સંવિધાનનું 25મું સંશોધન વાપરું. મારું માનવું છે કે આવું કરવું દેશહિત અને અમેરિકી લોકતંત્ર માટે યોગ્ય નથી. સાથે જ અમેરિકી જનતા અને ખુદ અમેરિકા માટે આ સમય પૉલિટિકલ ગેમ માટે યોગ્ય નથી.

સ્પીકર નેંસી પેલોસીની પોલિટિકલ ગેમ

સ્પીકર નેંસી પેલોસીની પોલિટિકલ ગેમ

જણાવી દઈએ કે સીનેટના સ્પીકર ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા તેમના પદથી બરખાસ્ત કરાવી તેમને હંમેશા માટે અમેરિકી રાજનીતિથી દૂર કરવા માંગે છે. જો ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ થઈ જાય છે અને તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલાં જ તેમને પ્રેસિડેન્ટ પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવે તો તેઓ ભવિષ્યમાં અમેરિકાની એકેય ચૂંટણી નહિ લડી શકે. સાથે જ કેપિટલ હિલ હિંસાને લઈ તેમના પર કેસ પણ ચલાવવામાં આવી શકે છે. પ્રેસિડેન્ટટ્રમ્પને પદેથી બરખાસ્ત કરવાની એક રીતે મહાભિયોગ છે, જેના પર સ્પીકર નેંસી પેલોસીનું સૌથી વધુ જોર છે.

ટ્રમ્પની પાર્ટીના 4 સાંસદ બાગી થયા

ટ્રમ્પની પાર્ટીના 4 સાંસદ બાગી થયા

જ્યારે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને લઈ તેમણે પોતાની જ પાર્ટીના સાંસદોથી ઝાટકો મળી રહ્યો છે. મંગળવારે ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના ચાર સાંસદે કહ્યું કે તેઓ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવમાં ડેમોક્રેટ્સ તરફથી વોટ કરશે. ચાર સાંસદોએ કહ્યું કે ટ્રમ્પના ઉકસાવ્યા બાદ જ અમેરિકી સાંસદ પર ટ્રમ્પ સમર્થકોએ હુમલો બોલ્યો હતો જે અમેરિકી લોકતંત્ર ઉપર ડાઘ સમાન છે. જેના માટે ટ્રમ્પને પ્રેસિડેન્ટ પદ પર રહેવાનો કોઈ હક નથી. જ્યારે સંભાવના જતાવવામાં આવી રહી છે કે ટ્રમ્પની પાર્ટીના કેટલાક અન્ય સાંસદો પણ ટ્રમ્પ વિરુદ્ધ વોટ કરી શકે છે.

બ્રિટને ચાઇના પર બળજબરીથી મજૂરી કરાવવાનો આરોપ મૂક્યો, શિંજિયાંગથી આયાત માટે લાવશે નવા નિયમબ્રિટને ચાઇના પર બળજબરીથી મજૂરી કરાવવાનો આરોપ મૂક્યો, શિંજિયાંગથી આયાત માટે લાવશે નવા નિયમ

English summary
Vice President of America Refuse to apply 25th constitutional amendment on donald trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X