જયારે કરાચી થી બેંકોક જઈ રહેલી ફ્લાઈટમાં ભિખારી પહોંચી ગયો

By Prajapati Anuj
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    તમે ઘણીવાર ટ્રેનમાં ભિખારી ઓને ભીખ માંગતા જોયા હશે. ખાસ કરીને લોકલ ટ્રેનમાં આ સામાન્ય બાબત છે. પરંતુ સોશ્યિલ મીડિયા પર હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે હેરાન થઇ જશો. આ વીડિયો કરાચી થી બેંકોક જઈ રહેલી ફ્લાઈટનો છે. જેમાં વિમાનની અંદર એક ભિખારી દેખાઈ રહ્યો છે. કરાચી થી બેંકોક જઈ રહેલી ફ્લાઈટમાં એક ભિખારી સવાર હતો. પ્લેનમાં ભિખારીને જોઈને લોકો હેરાન થઇ ગયા. એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને ફેસબૂક પર અપલોડ કરી દીધો.

    video viral

    મળતી જાણકારી અનુસાર આ ભિખારી પાકિસ્તાનનો નાગરિક છે. પરંતુ પાકિસ્તાને આ વાતથી ઇન્કાર કરતા તેને ઈરાની ગણાવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફ્લાઈટમાં બંને બાજુની સીટની વચ્ચે એક વ્યક્તિ ઉભો છે અને આજુબાજુ જોઈ રહ્યો છે. આ વ્યક્તિ એક ભિખારી છે અને સીટ શોધી રહ્યો છે. થોડા જ સમયમાં ત્યાં એક એરહોસ્ટેસ આવી જાય છે અને તેની પૂછપરછ કરે છે. ત્યારપછી એક પુરુષ ફ્લાઈટ અટેન્ડેન્ટ પણ ત્યાં આવી જાય છે તે પણ તેની પૂછપરછ કરે છે. ભિખારી તેમને કેટલાક કાગળો બતાવે છે.

    આ વીડિયોમાં લોકોના હસવાનો પણ અવાઝ આવી રહ્યો છે. લોકો વિમાનમાં ભિખારીને જોઈને તેનો મજાક પણ ઉડાવે છે. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

    English summary
    Video: Beggar aboard a flight from karachi to bangkok

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more