For Daily Alerts
Breaking: વિજય માલિયાને મળ્યા ધરપકડ બાદ જામીન
ભારતની અલગ અલગ બેંકોથી 9000 કરોડથી વધુ દેવુ લઇ વિદેશ ફરાર થઇ જનાર જાણીતા ઉદ્યોગપતિ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ધરપકડ કરી હતી. વિજય માલ્યા માર્ચ 2016થી ભારતથી ફરાર હતા. જે પછી આજે વિજય માલ્યાને લંડનની વેસ્ટમિનીસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને જામીન મળી ગયા છે.
નોંધનીય છે કે વિજય માલ્યાને લંડનમાં MLAT (મિચ્યુઅલ લીગલ અસિસ્ટેંટ ટ્રીટી) હેઠળ પકડવામાં આવ્યો હતો. તેની ધરપકડ એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારો દ્વારા પ્રત્યાપર્ણ વોરંટ હેઠળ કરાઇ હતી. આ ધરપકડની ભારતમાં પણ સીબીઆઇએ પૃષ્ઠી કરી હતી. નોંધનીય છે કે 61 વર્ષીય માલિયા ભારતની અનેક બેંકો સાથે દેવું કર્યા પછી ફરાર છે અને બે વર્ષથી યુકેમાં રહે છે.