For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના જ લોકોથી ડરે છે પુતિનઃ ગોર્બોચેવ

By Super
|
Google Oneindia Gujarati News

Vladimir-Putin
મોસ્કો, 8 માર્ચઃ પૂર્વ સોવિયત સંઘના નેતા મિખાઇલ ગોર્બોચેવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કડક શબ્દોમાં આલોચના કરી છે કે તે પોતાના લોકોથી જ ડરેલા છે. તેમનું આ નિવેદન રશિયામાં હાલમાં બનેલા કેટલાક કાયદાઓને લઇને છે, જેમણે સમીક્ષકોએ અસંતુષ્ઠો વિરુદ્ધની કાર્યવાહીનું હથિયાર ગણાવ્યું છે.

ગોર્બોચેવે કહ્યું કે, હું આ કાયદાને લઇને હેરાન છું. આ નાગરીકોના અધિકારનો મામલો છે. તમારે તમારા લોકોથી ડરવાની જરૂર નથી. લોકો પોતાના રાષ્ટ્રપતિ સાથે સીધો સંવાદ કરવા માગે છે. રાષ્ટ્રપતિએ તેનાથી નારાજ થવાની જરૂર નથી. ગોર્બોચેવ, જેના શાસનકાળમાં સોવિયત સંઘનું વિઘટન થયું અને પુતિનના સહયોગીઓને આડા હાથે લીધા હતા. તેમણે કહ્યું કે તેમની સાથે જે લોકો છે, તેમાથી ઘણા બધા ચોર અને ભ્રષ્ટ અધિકારી છે. જો સ્થિતિ બદલાશે નહીં તો રશિયા આર્ક્ટિક સાગરમાં બરફના ટૂકડાની જેમ ઉતરતું રહેશે.

પૂર્વ સોવિયત નેતાએ એમ પણ કહ્યું કે તેમની પુતિન સાથે છેલ્લા એક વર્ષથી વાતચીત નથી થઇ અને બન્નેના સંબંધ ઘણા ખરાબ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે મે ઘણી વાર સાર્વજનિક રીતે તેમની ટીકા કરી છે. તેને લઇને ઘણી વખત તે પોતાના પરનો કાબુ ગુમાવી ચુક્યા છે. એક વખત તે એવું પણ કહીં ચૂક્યા છે કે ગોર્બોચેવની જીભ કાપી લેવી જોઇએ.

નોંધનીય છે કે પુતિને તાજેતરમાં જ ઘણા કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમના પ્રદર્શનથી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન પર દંડ વધારવો, રાજદ્રોહની પરિભાષાને વ્યાપક બનાવવી, ટીકાઓને ગેરકાયદે ગણાવી અને ઇન્ટરનેટ પર સેન્સર લગાવવાના કાયદાઓ સામેલ છે. રશિયામાં ડિસેમ્બર 2011માં થયેલા સંસદીય ચૂંટણીને લઇને પણ પ્રદર્શન થયા હતા, જેમાં પુતિનની યુનાઇટેડ રશિયન પાર્ટીએ પક્ષમાં ખોટુ કરવાના આરોપ લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓને જેલમાં ધકેલી દેવામા આવ્યા હતા અને તેમના પર અપરાધિક આરોપો લગાવવામાં આવ્યા હતા.

English summary
A slew of recent laws that critics claim are intended to crack down on dissent indicate that Russian President Vladimir Putin is "afraid of his own people", former Soviet leader Mikhail Gorbachev has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X