કેન્સાસ હત્યાને મુદ્દે ભારતે સાધી ચુપ્પી, કારણ H-1B વિઝા

Written By:
Subscribe to Oneindia News

કેન્સાસ માં ભારતીય એન્જિનિયરની હત્યા અંગે ભારતની પ્રતિક્રિયા પ્રમાણમાં ધીરી અને નિરાશાજનક રહી. કેન્સાસના એક બારમાં મૃત્યુ પામેલા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની હત્યા બાદ ભારત તરફથી રજૂઆત કરવામાં આવી, પરંતુ એ એટલી પ્રબળ રજૂઆત નહોતી.

h1b

આ હત્યાથી સમગ્ર દુનિયાને ખૂબ આઘાત લાગ્યો હતો અને ઘણાએ આ માટે ડોનાલ્ડ ટ્રંપ ના વલણને જવાબદાર ગણાવ્યું હતું. આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરવા કે તેને વખોડવા માટે વ્હાઇટ હાઉસ પર જાણે એક રીતનું દબાણ ઊભુ થયું હતું. આખરે બુધવારે ડોનાલ્ડ ટ્રંપ તરફથી અંગે નિવેદન કરવામાં આવ્યું.

મોટા ભાગે આવા કિસ્સાઓમાં ભારતની રજૂઆત ખૂબ ન્યાયપૂર્વકની અને પ્રબળ હોય છે, દરેક મુદ્દાની બરાબર તપાસ થાય, કાર્યવાહી સમયસર અને વ્યવસ્થિત રીતે થાય એ વાત પર ભારત ભાર મૂકે છે. ભારતના વિદેશ સચિવ એસ.જયશંકર હાલ અમેરિકાની મુલાકાતે છે અને તેમણે જણાવ્યું હતું કે, દરેક મુદ્દે ગહન તપાસ કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતને ખાતરી આપવામાં આવી છે કે, એન્જિનિયરની હત્યા કરનારને કોર્ટમાં રજુ કરવામાં આવશે. જો અમેરિકા તરફથી આ ખાતરી મળી ગઇ હોય તો ભારતીય અધિકારીએ અમેરિકા જવાની જરૂર શું?

આ સંપૂર્ણ ઘટના અંગે ભારતની મોળી પ્રતિક્રિયા પાછળ ઘણા કારણો છે, જેમાં H-1B વિઝા પર અમેરિકાનું નિયંત્રણ સૌથી મોટું કારણ છે. ટ્રંપે કહ્યું હતું કે, તેઓ ભારતમાંથી તમામ સોફ્ટવેર જોબ પાછી લાવશે. તેમના આ નિવેદન બાદ ભારતની ચિંતા વધી છે. 60 ટકા જેટલા H-1B વિઝા ભારતીય કંપનીઓના ફાળે આવે છે. એટલે કે 150 અબજ ડોલરની ઇન્ડસ્ટ્રી અત્યારે દાવ પર છે. અમેરિકા સાથે આ મુદ્દે વાટાઘાટ કરવા માટે પણ ભારત દ્વારા જયશંકરને ત્યાં મોકલવામાં આવ્યા છે. ભારતનો મુદ્દો છે કે, સ્કિલ્ડ ભારતીય કર્મચારીઓને કારણે અમેરિકન કંપનીઓને પણ ખૂબ ફાયદો થાય છે.

ભારત અમેરિકા સાથે ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે, કારણ કે ટ્રંપ હાલ એક રાષ્ટ્રવાદી એજન્ડા પર ચાલી રહ્યાં છે. H-1B વિઝાનો મુદ્દે ટ્રંપ ઘણા ગંભીર છે અને આથી જ ભારત એમેરિકા સાથેની વાટાઘાટોમાં ખૂબ ધીમું અને સાવધાન છે. ડોનાલ્ડ ટ્રંપની ફર્સ્ટ સ્પિચમાં જ્યારે તેમણે કેન્સાસમાં ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો ત્યારે ભારતે પણ કેટલેક અંશે રાહતનો શ્વાસ લીધો હતો.

English summary
India's response to the Kansas killing was a rather muted one. A selective leak about issuing a demarche and a quick denial by Tuesday evening.
Please Wait while comments are loading...