ISIS દરેક ધર્મનું દુશ્મન, ઇસ્લામિક આતંકવાદનો નાશ કરીશુંઃ ડોનાલ્ડ ટ્રંપ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મંગળવારે કોંગ્રેસ(અમેરિકન સંસદ)માં પોતાની પહેલી સ્પીચમાં યહૂદી કબ્રસ્તાન પર થયેલ હુમલો અને કેનસાસ માં થયેલ ગોળીબારની ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, આપણો એવો દેશ છે, જ્યાંનો લોકો ગમે તેટલા બિહામણા એવા અનિષ્ટ તત્વો તથા તેમના ધિક્કાર સામે લડવા એકસાથે ઊભા રહી શકે છે. હું આજે અહીં એક્તા અને તાકાતનો સંદેશો આપવા ઊભો છું.

donald trump

ડોનાલ્ડ ટ્રંપના ભાષણના મુખ્ય મુદ્દાઓઃ

 • અમેરિકા માં બિનકાયદેસર રીતે રહેતા પરદેશવાસીઓની ગુનાખોરી પ્રવૃત્તિઓનો ભોગ બનતા અમેરિકન્સ માટે હોમલેન્ડ સિક્યોરિટીને ખાસ વ્યવસ્થા કરવાનું કહ્યું છે.
 • ટ્રંપે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમેરિકાને ઇસ્લામિક આતંકવાદથી બચાવશે અને દેરક પ્રકારના આતંકવાદનો અંત આણવામાં આવશે.
 • આતંકી સંગઠન આઇએસઆઇએસ કોઇનું સગું નથી, તે દરેક ધર્મનું શત્રુ છે અને માટે તેનો વિનાશ જરૂરી છે.
 • અનિયંત્રિત પ્રવેશ અમેરિકાની સુરક્ષા માટે જોખમરૂપ છે, માટે 7 દેશો પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે.
 • અમેરિકાની દક્ષિણ બોર્ડર પર જલ્દી જ એક દિવાલ ઊભી કરવામાં આવશે.
 • અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે અમેરિકન નાગરિકો. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવી શકીએ છીએ.
 • પરસ્પર સહકાર અને વિશ્વાસની લાગણી કેળવવી જરૂરી છે. એક્તા પડી ભાંગે એ આપણને પોષાય એમ નથી.
 • દરેક અમેરિકન બાળકનો ઉછેર એક સુરક્ષિત સમાજમાં થાય, સારી શાળામાં ભણતર થાય અને ઉચ્ચ પગારની નોકરી મેળવવા સક્ષમ બને એ જરૂરી છે.
 • આ માટે જ આજે હું બંન્ને પક્ષોને એડ્યૂકેશન બિલ પાસ કરવા માટે આમંત્રિત કરું છું.
 • મારું એડમિનિસ્ટ્રેશન બંન્ને પાર્ટીના સભ્યો સાથે કામ કરી એ વાત સુનિશ્ચિત કરવા માંગે છે કે આપણા દેશમાં ચાઇલ્ડકેર એક્સેસિબલ અને અફોર્ડેબલ હોય.
 • કેનસાસમાં થયેલી ઘટનાને વખોડતાં ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે, આવા જાતિવાદને કારણે પ્રેરાેલા હુમલાને અમારા દેશમાં કોઇ સ્થાન નથી.
 • આપણા દેશમાં કશું જ એવું તૂટ્યું નથી, જે સાંધી ન શકાય. આપણા નગારિકો આનાથી ઘણું વધારે મેળવી શકે એમ છે. આપણે સૌ ભેગા મળીને આ દિશામાં કામ કરીએ અને સાચા રસ્તે ચાલીને કામ કરીએ.
 • હું કોંગ્રેસને વિનંતીપૂર્વક ઓબામાકેર પાછું ખેચવા તથા તેને રિપ્લેસ કરવા આમંત્રિત કરું છું. તેની જગ્યાએ એક એવી યોજના મુકવામાં આવે, જેમાં વિકલ્પો વધારે હોય, ખર્ચ ઓછો હોય તથા વધુ સારી હેલ્થકેર મળતી હોય.
 • દેશભરમાં ઓબામાકેરના પ્રીમિયમમાં બમણો અને ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.
 • મને વિશ્વાસ છે કે, રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ સાથે કામ કરીને વધુ સારા પરિણામ આપી શકે છે, જે દાયકાઓ સુધી આપણા દેશ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
 • હું પૂરો પ્રયત્ન કરીશ કે દેશમાં રોજગારની તકો વધે. 'બાય અમેરિકન અને હાયર અમેરિકન'(અમેરિકાની જ ચીજવસ્તુઓ ખરીદો અને અમેરિકનને જ નોકરી આપો) એ અમારો સિદ્ધાંત રહેશે.
 • છેલ્લા 8 વર્ષોમાં જૂના તમામ રાષ્ટ્રપતિઓ કરતાં પણ વધુ દેવું એડમિનિસ્ટ્રેશન પર મૂકવામાં આવ્યું છે.
 • હાર્લી ડેવિડ્સને મવે જણાવ્યું કે, ઘણી કંપનીઓમાં ટેક્સ 100 ટકાનો હોય છે. તેઓ પરિવર્તનની માંગણી પણ નથી કરી રહ્યાં, પરંતુ હું પરિવર્તન ઇચ્છું છું.
 • મારી ટીમ ઐતિહાસિક ટેક્સ રિફોર્મ માટે કામ કરી રહી છે, જેનાથી આપણી કંપનીઓ પરનો ટેક્સ રેટ ઓછો થશે.
English summary
US President Donald Trump on Tuesday in his first speech to the Congress recalled the attack on the Jewish cemetery and the shooting incident in Kansas.
Please Wait while comments are loading...