પાકિસ્તાનની ચેતવણી, સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ મળશે!
ઉરી આતંકી હુમલા પછી 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. તે પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતીય સેનાની આ કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે શાંતિને લઇને અમારી ઇચ્છાને ભારત અમારી નબળાઇ ના સમજે.

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મામલે નવાઝ શરીફે કહ્યુંકે અમે અમારા દેશની સુરક્ષા કરવા માટે અને તેને હુમલાથી બચાવવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનની ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન એ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાનોને મારી નાંખ્યા છે.
Our 2 soldiers died and 9 got injured :Pakistan Defence Minister Khawaja Asif on surgical strikes by Indian Army in Pak territory.
— ANI (@ANI_news) September 29, 2016
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે જણાવ્યું છે કે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકમાં બે પાકિસ્તાની સૈનિકની મોત થઇ છે અને 9 સૈનિકોની હાલત ગંભીર છે. પાકિસ્તાનના ઇન્ટર સ્ટેટ પબ્લિક રિલેશન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાનની જમીન પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો અમે તેનો જવાબ જરૂરથી આપશું.












Click it and Unblock the Notifications
