ભારત છોડ્યા બાદ પહેલી વાર પાક કલાકાર ફવાદખાને તોડ્યુ મૌન

Subscribe to Oneindia News

ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ અને શિવસેના-મનસે તરફથી મળેલી ધમકી બાદ પોતાના દેશ પરત ફરેલા અભિનેતા ફવાદખાને પહેલી વાર સમગ્ર મામલે મૌન તોડ્યુ છે. તેમણે જણાવ્યુ કે ઘણા લોકો આ મામલે બોલવાની ભલામણ કરી રહ્યા હતા. ફવાદે જણાવ્યુ કે, " છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ઘટનાઓને પગલે ઘણા બધા લોકો મારુ મંતવ્ય જાણવા માંગતા હતા, તેમણે મને ઘણી વિનંતી પણ કરી છે. બે બાળકોનો પિતા હોવાના નાતે હું શાંતિ અને એકતાની આશા રાખુ છુ."

દ્વારકામાં ઓખા રેલવે સ્ટેશનથી શંકાસ્પદ મહિલા ઝડપાઇ

fawadkhan

" સાથે મળીને વધુ સારો સંસાર બનાવી શકીએ છીએ"

પાકિસ્તાની અભિનેતાએ જણાવ્યુ કે, બધા લોકોની જેમ હું પણ પ્રાર્થના કરુ છુ કે સાથે રહીને આપણે એક શાંત અને સુંદર સંસાર બનાવી શકીએ છીએ અને રહી શકીએ છીએ."

" મે કોઇ નિવેદન આપ્યુ નથી"

ફવાદખાને જણાવ્યુ કે, " તેઓ પહેલી વાર આ સમગ્ર મામલે બોલી રહ્યા છે, માટે તેમની તરફથી ચલાવવામાં આવી રહેલા તમામ નિવેદનો હટાવી લેવામાં આવે. તેમણે હજુ સુધી આ સમગ્ર મામલે કંઇ પણ કહ્યુ નથી."
તમને જણાવી દઇએ કે મનસે અને શિવસેના નેતાઓ તરફથી પાકિસ્તાની કલાકારોને દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ ફવાદખાન પાકિસ્તાન પાછા જતા રહ્યા હતા.

English summary
As a father of two little children,I pray and wish like many others that together we can build and live in a more peaceful world says Fawad Khan
Please Wait while comments are loading...