For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે નો ક્લોથ હોલિડે? કેમ હનીમૂન કપલમાં તેનો ક્રેઝ વધી રહ્યો છે?

દુનિયામાં એક એવું શહેર છે જ્યાં લોકોને કપડાં પહેરવાની મનાઈ છે. જો તેઓ નગ્ન રહેવા માંગતા નથી તો તેમણે આ માટે ખાસ ટેક્સ ચૂકવવો પડશે. આ શહેર એવા લોકો માટે ખૂબ જ યોગ્ય છે જેઓ કપડાં વિના રજાઓ પર જવા માગે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયામાં એક એવું શહેર છે જ્યાં લોકોને કપડાં પહેરવાની મનાઈ છે. જો તેઓ નગ્ન રહેવા માંગતા નથી તો તેમણે આ માટે ખાસ ટેક્સ ચૂકવવો પડશે. આ શહેર એવા લોકો માટે ખૂબ જ યોગ્ય છે જેઓ કપડાં વિના રજાઓ પર જવા માગે છે.

નો ક્લોથ હોલિડે

નો ક્લોથ હોલિડે

આ દિવસોમાં નો ક્લોથ હોલિડેનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. નો ક્લોથ હોલિડે વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. યુકેમાં નો ક્લોથ ટુરિઝમ વધી રહ્યું છે. અહીં લોકો નો ક્લોથ હોલિડેની ઉજવણી કરી રહ્યા છે. એટલું જ નહીં, રજાઓ મનાવવા માટે વિદેશી નાગરિકો પણ મોટી સંખ્યામાં આ દેશમાં આવી રહ્યા છે. માત્ર બ્રિટન જ નહીં, દુનિયામાં એવા ઘણા દેશ છે જ્યાં કપડા ન પહેરવા અંગે કોઈ કાયદો નથી. એટલે કે કપડાં વિના તમે રજાની ઉજવણી કરી શકો છો. પરંતુ આ માટે કેટલીક ખાસ જગ્યા નક્કી કરવામાં આવી છે.

નેકેડ સિટી - ફ્રાન્સ

નેકેડ સિટી - ફ્રાન્સ

ફ્રાન્સનું એક એવુ શહેર જ્યાં કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. મતલબ કે અહીં તમે કપડા વગર આખા શહેરની આસપાસ ફરી શકો છો. ખરીદી કરી શકો છો. તમે ફૂડ કોર્ટમાં જઈ શકો છો. બેંકમાં પણ જઈ શકાય છે. આ શહેરનું નામ કેપ ડી'એગડે છે. હનીમૂન મનાવવા માટે કપલ્સ અહીં મોટી સંખ્યામાં આવે છે. તે એડલ્ટ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ સ્થાનમાં પ્રથમ સ્થાને છે.

કપડા વગર જીવવા પાછળ લોકોનો અભિપ્રાય

કપડા વગર જીવવા પાછળ લોકોનો અભિપ્રાય

ભૂમધ્ય સમુદ્રના કિનારે વસેલું આ શહેર ખૂબ જ સુંદર છે. પરંતુ તમે પરિવાર સાથે અહીં જઈ શકતા નથી. કારણ કે દરેક જગ્યાએ લોકો ખુલ્લા ફરતા જોવા મળશે. હા, પણ તમે તમારા પાર્ટનર સાથે ફરવા જવાનો પ્રોગ્રામ ચોક્કસ બનાવી શકો છો. આ શહેર 1958માં વસ્યું હતું. પરંતુ 1970ના દાયકામાં દરિયા કિનારે 2 કિલોમીટરની ત્રિજ્યામાં કપડાં પહેરવાની બિલકુલ મનાઈ હતી. જો અહીંના લોકોએ કપડાં પહેરવા હોય તો ટેક્સ ચૂકવવો પડે છે. અહીંના લોકોનું કહેવું છે કે કપડા વગર લોકોમાં તેમના શરીર પ્રત્યે આત્મવિશ્વાસ વધી ગયો છે. અહીં આવતા યુગલોનું એવું પણ માનવું છે કે શરીરને લઈને તેમનો આત્મવિશ્વાસ તેમની અંદર વધે છે.

યુકેમાં વધતો ટ્રેન્ડ

યુકેમાં વધતો ટ્રેન્ડ

આ સિવાય ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કપડાં વગર જાહેર સ્થળે ચાલવું ગુનો નથી. પરંતુ તે ગુનાના દાયરામાં આવે છે જ્યારે તે સાબિત થાય છે કે તમે હેરાન કરવા, મુશ્કેલી ઊભી કરવા માટે આવું કર્યું છે.

English summary
What is a No Cloth Holiday? Why is the craze increasing in honeymoon couples?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X