For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ ડુંગરી ફેલાવી રહી છે salmonella બીમારી, અમેરિકામાં 400 લોકો સંક્રમિત થયા

લાલ ડુંગરી ફેલાવી રહી છે salmonella બીમારી, અમેરિકામાં 400 લોકો સંક્રમિત થયા

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નયાઃ કોરોના વાયરસનો કહેર હજી થમ્યો નથી કે એક નવી બીમારીએ માનવ પ્રજાતિ પર આફત બની છે. સ્વાસ્થ્ય અધિકારીઓ મુજબ કેલિફોર્નિયામાં ઉગાવેલ લાલ ડૂંગળીને કારણે salmonella નામની એક નવી બીમારી ફેલાઈ રહી છે. અમેરિકા અને કેનેડામાં અત્યાર સુધીમાં 500 જેટલા લોકો સાલ્મોનેલા બીમારીથી સંક્રમિત થયા છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યા પ્રમાણે અમેરિકાના 34 રાજ્યોમાંથી કેસ સામે આવ્યા છે જેમાના મોટાભાગના લોકો શનિવારે સંક્રમિત થયા છે, ઓરેગાનોથી (71), ઉટાહ (61) અને કેલિફોર્નિયામાં શનિવારે (49) નવા કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં ફેલાયો Salmonella

અમેરિકામાં ફેલાયો Salmonella

માત્ર અમેરિકા જ નહિ, કેનેડામાં પણ salmonella રોગ ફેલાયો છે. પબ્લિક હેલ્થ એજન્સી ઑફ કેનેડા મુજબ અહીં કુલ 114 જેટલા salmonellaના કેસ નોંધાયા છે જેમાંથી 16 લોકોને હોસ્પિટલે ખસેડવા પડ્યા છે. જ્યારે અમેરિકામાં 396થી વધુ લોકો આ રોગથી સંક્રમિત થયા છે અને 59 જેટલા લોકોને દવાખાને દાખલ કરવા પડ્યા છે.

આ સપ્લાયરની ડુંગળી સંક્રમિત નીકળી

આ સપ્લાયરની ડુંગળી સંક્રમિત નીકળી

તંત્રએ જણાવ્યા મુજબ બેકર્સફિલ્ડ, કેલિફોર્નિયામાં લાલ ડુંગળીની સપ્લાઇ કરતા થોમસન ઈન્ટરનેશનલની લાલ ડુંગળી રોગનો સ્રોત હોવાનું જાણવા મળ્યું છે.થોમસને જણાવ્યા મુજબ કેનેડામાં હોલસેલર્સ, રેસ્ટોરાં અને રિટેલ સ્ટોર્સમાં લાલ ડૂંગળી વહેંચવામાં આવી હતી. આ ઉપરાંત TII Premiom, EI Compettor, હાર્ટલી, ઓનિયન 52, ઈમ્પેરિયલ ફ્રેશ, ઉટાહ ઓનિયન, ફૂડ લાયન વગેરે નામ અંતર્ગત પણ ડૂંગળી વહેંચવામાં આવી હતી.

ડુંગળી ફેંકી દેવાની સલાહ આપી

ડુંગળી ફેંકી દેવાની સલાહ આપી

સ્વાસ્થ્ય અધિકારીઓએ સૂચના આપતા કહ્યું કે જો થોમસન દ્વારા સપ્લાઈ થયેલી ડુંગળી તમે ખરીદી હોય તો ફેંકી દો અને જો તમને કોની પાસેથી ડુંગળી ખરીદી એ ખ્યાલ ના હોય તો પણ ડુંગળી ફેંકી દો જેથી સંક્રમણથી બચી શકાય.

શું છે આ salmonella?

શું છે આ salmonella?

એજન્સી મુજબ salmonellosis નામની આ બીમારીના લક્ષણો 4-7 દિવસમાં દેખાવા લાગે છે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ વાળા લોકોને આ બીમારી થવાનો ખતરો રહે છે. આ બીમારીના લક્ષણોમાં ઝાળા, તાવ, પેટ દુખવું વગેરે સામેલ છે. હાથ, જેતે સપાટી કે વાસણો સરખી રીતે સાફ થયાં ના હોવાના કારણે Salmonella ફેલાઈ શકે છે અને કાચું અથવા અર્ધ રંધાયેલ ખોરાક ખાવાથી પણ Salmonella ફેલાઈ શકે છે. સ્વાસ્થ્ય અધિકારીઓ મુજબ પ્રાણીઓમાંથી માણસમાં આ રોગ ફેલાઈ શકે છે.

ગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો, ખુદ ટ્વીટ કરી જાણકારી આપીગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો, ખુદ ટ્વીટ કરી જાણકારી આપી

English summary
what is Salmonella, how it spread and symptoms of salmonella in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X