For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકાય કંપનીઓ પર વધારે ટેક્સ લાદવાની ઐતિહાસિક વૈશ્વિક સમજૂતી શું છે?

આ સમજૂતી હેઠળ દુનિયાના 136 દેશો વચ્ચે મોટી કંપનીઓ પર કમ સે કમ 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ લાદવાની સહમતી સાધવામાં આવી છે. આ ઉપરાંત નફા ઉપર પણ વાજબી ટૅક્સ લગાવવાની સહમતી થઈ છે.આ એક મોટો આર્થિક બદલાવ જોવામાં આવી રહ્યો છે. મલ્ટ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
યુકેના નાણાંમંત્રી ઋષિ સુનક અને અમેરિકાના નાણા સેક્રેટરી જૅનેટ યેલને આ સંધિને આવકારી છે.

આ સમજૂતી હેઠળ દુનિયાના 136 દેશો વચ્ચે મોટી કંપનીઓ પર કમ સે કમ 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ લાદવાની સહમતી સાધવામાં આવી છે. આ ઉપરાંત નફા ઉપર પણ વાજબી ટૅક્સ લગાવવાની સહમતી થઈ છે.

આ એક મોટો આર્થિક બદલાવ જોવામાં આવી રહ્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓ પોતાનો ટૅક્સ બચાવવા માટે નફાને ઓછો ટૅક્સ હોય ત્યાં બતાવતી હતી અને તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. આને કારણે આ વૈશ્વિક સમજૂતી થઈ છે.

જોકે, આ સમજૂતી છતાં ટીકાકારોનું કહેવું છે કે 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ ખૂબ ઓછો છે અને કંપનીઓ આમાંથી બચવાનો રસ્તો પણ કાઢી લેશે.

બ્રિટનના નાણાંમંત્રી ઋષિ સુનકનું કહેવું છે કે આ નવી સંધિથી વૈશ્વિક કર માળખું અપગ્રેડ થશે અને તેને નવા સમયને અનુરૂપ ઢાળી શકાશે.

એમણે કહ્યું, "હવે મોટી કંપનીઓ જ્યાં પણ કારોબાર કરશે ત્યાં તેણે પોતાના ભાગનો વાજબી ટૅક્સ ભરવો પડશે."

આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈસીડી) અનેક દાયકાઓથી લઘુતમ ટૅક્સ દર નિયત કરવા માટે અભિયાન ચલાવતું હતું.

ઓઈસીડીનું કહેવું છે કે આ સમજૂતી બાદ ટૅક્સ તરીકે વર્ષે કમ સે કમ 150 અબજ ડૉલર વધારાનું ધન મળશે અને તેનાથી મહામારીમાંથી પસાર થઈ રહેલી દુનિયાના દેશોની અર્થવ્યવસ્થાઓને મજબૂતી મળશે.


મહાકાય ડિજિટલ કંપનીઓને થશે અસર

જે અનેક દેશોમાં ધંધો કરે છે અને નફાનું માર્જિન પણ વધારે છે એવી ઍમેઝોન, ફેસબુક, ગૂગલ વગેરે જેવી ડિજિટલ કંપનીઓને અસર થશે.

ઓઈસીડીનો પ્રસ્તાવ 100 દેશોએ જુલાઈમાં સ્વીકારી લીધો હતો. આર્યલૅન્ડ, કેન્યા, નાઇજીરિયા, પાકિસ્તાન અને શ્રીલંકા આ સંધિમાં હજી જોડાયા નથી.

આ સમજૂતી 2023માં અમલમાં આવવાની છે. આ સમજૂતીને કારણે દેશોને પોતાના દેશમાં કામ કરતી હોય પણ સ્થૂળ હાજરી ન ધરાવતી હોય એવી મલ્ટિનેશનલ કંપનીઝ પાસેથી ટૅક્સ લેવા માટે સરળતા થશે. આ સંધિથી એમેઝોન, ફેસબુક જેવી કંપનીઓને અસર થશે જેમને વેશ્વિક કારોબાર ખૂબ મોટો છે અને નફાનું માર્જિન પર 10 ટકાથી વધારે છે.

બીબીસીના બિઝનેસ સંવાદદાતા થિયો લૅગૅટનું આકલન :

આ સંધિ મોટી કંપનીઓ પાસેથી ટૅક્સ વસૂલવા માટેની રીતમાં મોટી અસર કરશે.

ભૂતકાળમાં દેશો મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષવા માટે એકબીજાની હરિફાઈ કરતા હતા. જો કંપનીઓ આવે અને ફેકટરી સ્થાપે અને નોકરીઓનું સર્જન કરે તો તે કંઈક વળતર આપે છે એ રીતે એ ઠીક હતું પણ હવે સમય બદલાયો છે.

ડિજિટલ યુગની મહાકાય કંપનીઓએ નફાનું સ્થાન તેઓ જ્યાં ધંધો કરે છે ત્યાંથી તેઓ જ્યાં સૌથી ઓછો કર ચૂકવે છે ત્યાં બદલીને કર બચાવવાનો સરળ રસ્તો અપનાવ્યો. આ નવી વ્યવસ્થાને લીધે નફાની સ્થાન બદલીની તકો ઘટી જશે અને એ એની ખાતરી રહેશે કે મોટી કંપનીઓ જ્યાં ધંધો કરે છે ત્યાં થોડો તો કર ચૂકવે ભલે ને પછી એની હેડઑફિસ ગમે ત્યાં હોય.

સમજૂતી પર 136 દેશોએ સહી કરી એ સિદ્ધિ છે પણ એ નક્કી છે કે એમાં વિજેતાની સાથે ગુમાવનારા પણ છે.


https://www.youtube.com/watch?v=_4fb1crU7eo

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is the historic global agreement to impose higher taxes on large companies?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X