For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી બાઈડને આપી શુભકામનાઓ, ઋષિ સુનક વિશે કહી આ વાત

દિવાળીની ધૂમ માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ જોવા મળી રહી છે. વ્હાઈટ હાઉસમાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

સમગ્ર દેશમાં હાલમાં ધામધૂમપૂર્વક દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દિવાળીની ધૂમ માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ જોવા મળી રહી છે. વ્હાઈટ હાઉસમાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઈડેને ભારતીય-અમેરિકનો સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરી હતી. બાઈડન દંપત્તિએ સમારંભમાં પહોંચી દિવાળીની શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ હાજર રહ્યા હતા.

દીવા પ્રગટાવીને કરી ઉજવણીની શરુઆત

દીવા પ્રગટાવીને કરી ઉજવણીની શરુઆત

યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકન સાથે મુલાકાત કરી અને તેમની શુભેચ્છાઓ આપી. વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા, ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઈઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતીય અમેરિકનો સાથે દિવાળીની ઉજવણી કરી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી. સમારંભ દરમિયાન બૉલિવુડ ગીતો પર ડાંસ પર્ફોર્મન્સ પણ આપવામાં આવ્યુ હતુ.

'દિવાળીને અમેરિકન સંસ્કૃતિનો હિસ્સો બનાવવા બદલ અમે તમારા આભારી'

આ ખાસ અવસર પર યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેને કહ્યુ, 'દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણામાંના દરેકમાં વિશ્વમાં પ્રકાશ લાવવાની શક્તિ છે. આ એક વિકલ્પ છે અને આપણે તેને રોજ પસંદ કરીએ છીએ. પછી ભલે તે અહીં અમેરિકામાં હોય કે ભારતમાં, જે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. તમારી(ભારતીય અમેરિકનો) યજમાની કરીને અમે સન્માનિત અનુભવીએ છીએ. વ્હાઇટ હાઉસમાં આ પ્રકારનુ આ પ્રથમ દિવાળી સેલિબ્રેશન છે જે આટલુ મોટુ છે. અમારી પાસે ઇતિહાસમાં પહેલા કરતાં વધુ એશિયન-અમેરિકનો છે. દિવાળીને અમેરિકન સંસ્કૃતિનો હિસ્સો બનાવવા બદલ અમે તમારા આભારી છીએ.'

હથિયાર લૉબીને આપ્યો કડક સંદેશ

હથિયાર લૉબીને આપ્યો કડક સંદેશ

રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના સંબોધનમાં હથિયાર લૉબીને કડક સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યુ કે હું જઉ એ પહેલા, અમે અસૉલ્ટ શસ્ત્રો પર પ્રતિબંધ લગાવીશુ. અમે આ પહેલા પણ કર્યુ હતુ અને અમે તે ફરીથી કરીશુ. હિંસક ઉગ્રવાદ એક ખતરો છે. આ દેશમાં નફરત માટે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન હોઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓમાં અમેરિકામાં ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાઈડેને તેમના સંબોધન દરમિયાન ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમણે બ્રિટનમાં વડાપ્રધાન પદ સંભાળ્યુ છે. તેમણે કહ્યુ કે અમને સમાચાર મળ્યા છે કે ઋષિ સુનક હવે યુકેના પીએમ બનશે. કાલે તે રાજાને મળવા જવાના છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે, એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તે ઘણુ મહત્વુ છે.'

કમલા હેરિસે શેર કર્યો દિવાળીનો વીડિયો

ભારતીય મૂળના અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યુ, 'ઘણી સંસ્કૃતિઓની જેમ દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણે દુનિયામાં એકબીજામાં અને પોતાનામાં રોશની જોવી. આ આપણને યાદ અપાવે છે કે આપણે શાંતિ, ન્યાય માટે લડવુ જોઈએ ભલે પછી કોઈ પણ તાકાત નફરત અને વિભાજન ફેલાવતી રહે.' જો બાઈડેને સમગ્ર અમેરિકાના દક્ષિણ એશિયાઈ સમુદાયનો આશાવાદ, હિંમત અને સહાનુભૂતિ દર્શાવવા બદલ આભાર માન્યો હતો. કમલા હેરિસે તેમના ટ્વિટર હેન્ડલ પર દિવાળી પાર્ટીનો એક અદભૂત વીડિયો પણ શેર કર્યો છે.

English summary
White House hosts biggest Diwali Celebration, Joe Biden, Kamala Harris wish Indian American.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X