For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીન વિતરણ અંગે WHO નારાજ, 'ગરીબ વૃદ્ધો પહેલા અમીર યુવાનોને રસી મૂકવી અયોગ્ય'

આખી દુનિયામાં વેક્સીન નિર્માણ ચર્ચાનો વિષય બની ગયો છે જેના પર વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

WHO chief warns against COVID-19 vaccine distribution, says 'world is on brink of catastrophic moral failure'. આખી દુનિયામાં વેક્સીન નિર્માણ માટે હોડ મચેલી છે, પહેલા અમે પહેલાના અમેના ચક્કરમાં વેક્સીન નિર્માણ ચર્ચાનો વિષય બની ગયો છે જેના પર વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે વાત કરીને ડબ્લ્યુએચઓના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એ ગેબરેસસે કહ્યુ કે વેક્સીન અંગે રાષ્ટ્રવાદની ભાવનાના કારણે વિશ્વ પ્રતિશોધની કગારે છે અને આ આપણી નૈતિક નિષ્ફળતા છે. તેમણે કહ્યુ કે આને બિલકુલ યોગ્ય ન ગણી શકાય કે અમીર દેશોના યુવાનોને વેક્સીન મળે અને ગરીબ દેશોના વૃદ્ધોને વેક્સીન માટે રાહ જોવી પડે. એક્ઝીક્યુટીવ બોર્ડની વર્ચ્યુઅલ મીટિંગમાં બોલતા ટેડ્રોસે કહ્યુ કે એક ગરીબ દેશમાં 25 વેક્સીન ડોઝ આપવામાં આવ્યો છે, વળી પચાસ અમીર દેશોમાં 3 કરોડ નેવુ લાખ વેક્સીન ડોઝ ઉપલબ્ધ છે. આ સ્થિતિ વિકટ અને અસમાન બંને છે.

who

વિશ્વ આરોગ્ય સંગઠને(WHO) ભારતની પ્રશંસા કરી

તમને જણાવી દઈએ કે આ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના સામે જંગ લડી રહેલ ભારતની પ્રશંસા કરી હતી. ટેડ્રોસ અધનોમ ગેબ્રિએસસે એક ટ્વિટ કર્યુ હતુ, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યુ હતુ કે, 'ભારતે સતત કોવિડ-19 મહામારીને સમાપ્ત કરવા માટે નિર્ણાયક પગલા લેવાનુ ચાલુ રાખ્યુ છે. દુનિયાના સૌથી મોટા વેક્સીનના નિર્માતા તરીકે દેશ કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે એ સુનિશ્ચિત કરી શકીએ તે પ્રભાવી અને સુરક્ષિત વેક્સીનો ઉપયોગ દરેક જગ્યાએ નબળા લોકોની સુરક્ષા માટે કરી શકાય.

સંક્રમણને રોકવામાં મદદ મળશે

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિશ્વ આરોગ્ય સંગઠને એ વખતે ભારતની પ્રશંસા કરી હતી જે વખતે ભારતમાં કોરોના સંક્રમણ ફેલાતો રોકવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ ત્યારે પણ ટેડ્રોસે કહ્યુ હતુ કે ભારતે વાયરસના જાનલેવા જોખમને ઓળખીને પહેલેથી જ યોગ્ય પગલાં લીધા છે જેનાથી સંક્રમણ રોકવામાં મદદ મળી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે આજે યોજનારી 10માં દોરની વાતચીત ટળીખેડૂતો અને સરકાર વચ્ચે આજે યોજનારી 10માં દોરની વાતચીત ટળી

English summary
WHO chief warns against COVID-19 vaccine distribution: 'world is on brink of catastrophic moral failure'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X