For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે પુતિન સામે બાયો ચડાવનારી ફિનલેન્ડની આયર્ન લેડી સના મરીન?

થોડા વર્ષો પહેલા ક્રિસ્ટીન ટોલ્કી નામની એક પત્રકારે એક પ્રેસ કોન્ફરન્સમાં સના મરીનને પૂછ્યું હતું કે શું તે તેની પાર્ટી સોશિયલ ડેમોક્રેટ્સ વતી વડાપ્રધાન બનવા જઈ રહી છે?

By Desk
|
Google Oneindia Gujarati News

હેલસિંસ્કી, 13 મે : થોડા વર્ષો પહેલા ક્રિસ્ટીન ટોલ્કી નામની એક પત્રકારે એક પ્રેસ કોન્ફરન્સમાં સના મરીનને પૂછ્યું હતું કે શું તે તેની પાર્ટી સોશિયલ ડેમોક્રેટ્સ વતી વડાપ્રધાન બનવા જઈ રહી છે? પત્રકાર ક્રિસ્ટીન ટોલ્કી એ ઘટનાને યાદ કરીને કહે છે કે આ પ્રશ્ન પૂછ્યા પછી સના મરીને મારી સામે જોયું જાણે કહેતી હોય, શું તમે મને આ પ્રશ્ન પૂછો છો? આ ઘટનાને થોડા વર્ષો વીતી ગયા છે અને સના મરીન માત્ર ફિનલેન્ડની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી યુવા વડાપ્રધાન બની છે. પરંતુ આ સમયે ફિનલેન્ડ યુદ્ધના ઉંબરે ઉભું હોય તેવું લાગી રહ્યું છે અને આગામી થોડા દિવસોમાં રશિયા ફિનલેન્ડ પર હુમલો કરી શકે તેવી સંભાવના છે.

માત્ર 34 વર્ષની વયે વડાપ્રધાન

માત્ર 34 વર્ષની વયે વડાપ્રધાન

એવી પરિસ્થિતિ જ્યાં મોટા ભાગના મહત્વાકાંક્ષી રાજકારણીઓ તેમની મહત્વાકાંક્ષાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે, ફિનલેન્ડની સના મરીન તાજગીપૂર્ણ રીતે સીધુ વલણ ધરાવે છે. બે વર્ષ પહેલા માત્ર 34 વર્ષની ઉંમરે તેણીએ તેની મહત્વાકાંક્ષા પૂરી કરી અને વિશ્વની સૌથી યુવા વડાપ્રધાન બની. હવે સના બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે જ્યારે રશિયન આક્રમણ ફિનલેન્ડના દરવાજા પર છે ત્યારે વિશ્વ મંચ પર પગ મૂકવા માટે તૈયાર છે. બ્રિટને રશિયાને ખાતરી આપી છે કે જો તે ફિનલેન્ડ પર હુમલો કરશે તો તે ફિનલેન્ડની પડખે રહેશે, આ સપ્તાહની શરૂઆતમાં ફિનલેન્ડ અને સ્વીડન સાથે સીમાચિહ્નરૂપ કરાર થયો હતો. ફિનલેન્ડે લાંબા સમય સુધી તટસ્થતાની નીતિ અપનાવી, પરંતુ યુક્રેન પર રશિયાના આક્રમણથી બધું બદલાઈ ગયું. અને હવે ફિનલેન્ડના વડાપ્રધાન દાવા સાથે કહે છે કે ફિનલેન્ડને નાટોમાં જોડાવાનો અધિકાર છે અને તેણે તેના પર વિચાર કરવો જોઈએ. સના મરીનના શબ્દોએ રશિયાને ખીજવ્યુ અને ટીકાકારોએ દાવો કર્યો કે 'મોસ્કોની પીઠમાં છરો મારવામાં આવ્યો છે'.

વડાપ્રધાન સના મરીન

વડાપ્રધાન સના મરીન

ફિનલેન્ડની કુલ વસ્તી 5.5 મિલિયન છે અને સના મરીન 55 લાખ લોકોની આગેવાન છે. સના મરીનની માતા એક સામાન્ય પરિવારમાંથી આવે છે, પરંતુ સનાના પિતા દારૂડિયા હતા અને તેની માતાને ત્રાસ આપતા હતા, તેથી સનાની માતાએ તેના દારૂડિયા પતિને છોડી દેવાનો નિર્ણય કર્યો. 18 વર્ષની ઉંમરે સના મરીન માર્કસ રાયકોનેનને મળ્યા અને વર્ષ 2020 માં લગ્ન કર્યા, ત્યારે તેની પુત્રી 2 વર્ષની હતી. સના યુનિવર્સિટીમાં પહોંચનાર તેના પરિવારના પ્રથમ સભ્ય હતી. જે બાદ તેની રાજકીય કારકિર્દી શરૂ થઈ અને 20 વર્ષની ઉંમરે સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીમાં જોડાયા અને ફિનલેન્ડના ત્રીજા સૌથી મોટા શહેર ટેમ્પેરમાં સિટી કાઉન્સિલની ચૂંટણી માટે ઉમેદવાર બન્યા. તે તેના બીજા પ્રયાસમાં સફળ રહી હતી અને સંસદમાં ચૂંટાયા પહેલા કાઉન્સિલનું નેતૃત્વ કર્યું હતું.

ફોટોશૂટ કરાવી સનસનાટી મચાવી

ફોટોશૂટ કરાવી સનસનાટી મચાવી

સના મરીને પાંચ પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને નવી સરકાર બનાવી હતી અને સૌથી મહત્વની વાત એ હતી કે આ પાંચ પાર્ટીઓની ચીફ એક મહિલા હતી. વડા પ્રધાન બન્યાના થોડા સમય પછી સના મરીને લેધર જેકેટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું, જેણે ફિનલેન્ડમાં સનસનાટી મચાવી દીધી. કેટલાક લોકોને લાગતું હતું કે આ ફોટોશૂટ પછી સના મરીનની લોકપ્રિયતા ઘટી જશે, પરંતુ એવું થયું નહીં. સના મરીનની વિશ્વસનીયતા વધુ વધી અને તેના ચાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો. પ્રતિષ્ઠિત વોગ મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણીએ કહ્યું કે, "હું જે પણ હોદ્દા પર રહી છું, મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે હું જાણું છું કે હું એક મહિલા છું અને મને આશા છે કે એક દિવસ આ કોઈ સમસ્યા નહીં બને.. હું આધેડ વયના માણસ કરતાં વધુ સારી કે ખરાબ નથી.

સના મરીન શુદ્ધ શાકાહારી છે

સના મરીન શુદ્ધ શાકાહારી છે

ફિનલેન્ડના વડા પ્રધાન સના શુદ્ધ શાકાહારી છે. તે નોન-વેજ બિલકુલ ખાતી નથી. અને બહુ ઓછા લોકો જાણે છે કે સના મરીન તેના પરિવારની પ્રથમ સભ્ય છે જેણે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. પરંતુ સંઘર્ષને કારણે તે ફિનલેન્ડની સર્વોચ્ચ ઓફિસ સુધી પહોંચવામાં સફળ રહ્યી. ફિનલેન્ડના વડા પ્રધાન સનાનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ હેલસિંસ્કીમાં થયો હતો. જ્યારે સના ખૂબ નાની હતી ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. બંનેએ છૂટાછેડા લીધા હતા. સના મરીનને તેના પિતાએ તેની માતાને સોંપી દીધી હતી અને પારિવારિક અશાંતિને કારણે ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. 2015 માં, સના મરીન પ્રથમ વખત સંસદમાં ચૂંટાયા અને પછી ફિનલેન્ડના પરિવહન અને સંદેશાવ્યવહાર મંત્રી બન્યા. જે બાદ તેમને 2019માં ફિનલેન્ડના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું હતું.

સના મરીનની રાજકીય સફર

સના મરીનની રાજકીય સફર

હેવાલ મુજબ, સના માત્ર 20 વર્ષની ઉંમરે રાજકીય સફર શરૂ કરી હતી. તેણે સિટી કાઉન્સિલ ઓફ ટેમ્પર માટે ચૂંટણી લડી હતી અને 2012 માં પ્રથમ વખત જીતી હતી. તે 2013 થી 2017 સુધી સિટી કાઉન્સિલના અધ્યક્ષ હતા અને 2017 માં તે જ પદ પર ફરીથી ચૂંટાયા હતા. પ્રથમ વખત સના મરીનને 2014 માં યુટ્યુબ દ્વારા ખૂબ લોકપ્રિયતા મળી અને 2015 માં સના ફિનલેન્ડના પિર્કનમ્મા પ્રદેશમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવી. તેણીએ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી તરફથી સાંસદ પદ માટે ચૂંટણી લડી હતી અને હજુ પણ તે જ પક્ષની નેતા છે. 2019ની ચૂંટણીમાં સના મેરીને ધમાકેદાર જીત મેળવીને તેના પક્ષ સહિત તેના વિરોધીઓને આશ્ચર્યચકિત કરી દીધા અને 23 ઓગસ્ટ 2020ના રોજ વડા તરીકે ચૂંટાઈ આવી. સના મરીન ફિનલેન્ડમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેની લોકપ્રિયતા ઘણી વધારે છે.

ફિનલેન્ડની લશ્કરી ક્ષમતા

ફિનલેન્ડની લશ્કરી ક્ષમતા

યુરોપિયન પડોશીઓથી વિપરીત ફિનલેન્ડ કાયમી વ્યાવસાયિક સૈન્ય તર આગળ વધ્યુ છે. ફિનલેન્ડમાં લગભગ 280,000 સૈનિકો છે. ફિનલેન્ડ પાસે પણ અનામત સૈનિકો હોવા છતાં નલેન્ડને અનામત સૈનિકોને એકીકૃત કરવા માટે ઘણા સમયની જરૂર પડશે. ફિનિશ સૈન્ય પરંપરાગત યુદ્ધ લડવામાં સક્ષમ છે, પરંતુ હાઈબ્રિડ યુદ્ધમાં નહીં. ફિનલેન્ડ રશિયા સાથે લગભગ 800 માઈલની સરહદ વહેંચે છે, તેથી જો રશિયા ફિનલેન્ડ પર હુમલો કરે છે, તો ફિનલેન્ડ માટે રશિયન સૈન્યને રોકવું ખૂબ મુશ્કેલ હશે.

English summary
Who is the Finnish Iron Lady Sanna Marin who has filed a bio against Putin?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X