કેમ લડી રહ્યાં છે પાકિસ્તાન-ઈરાન? જાણો શું છે પુરી બબાલ?

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધતા દુનિયામાં ફરીથી તણાવનો માહોલ છે. કુટનિતિક વિવાદ બાદ ઈરાની સેનાએ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હવાઈ હુમલો કરતા વિવાદ વધુ વકર્યો છે.

બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેનાએ ઈરાનની સરહદમાં ઘૂસીને કથિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.

Pakistan-Iran fighting

બુધવારે ઈરાનના હવાઈ હુમલા બાદ પાકિસ્તાને ઈરાની રાજદૂતને તલબ કર્યા હતા. હુમલાને લઈને ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેના નાગરિકો વિરુદ્ધ કોઈપણ આતંકવાદી કાર્યવાહી પર દેશની પ્રતિક્રિયા નિર્ણાયક અને કડક હશે.

આ કાર્યવાહીના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાન અને પાકિસ્તાન એક સમયે એકબીજાના નજીકના મિત્રો હતા પરંતુ હવે બંને એકબીજા પર હુમલો કરી રહ્યા છે.

શું છે પુરો વિવાદ?
ઈરાને 16 જાન્યુઆરીS પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સે બલુચિસ્તાન પ્રાંતના એક ગામ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, જેમાં જૈશ અલ-અદલના બે મુખ્ય મથકોનો નાશ કર્યો.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.

ઈરાનની આ કાર્યવાહી તેના દ્વારા તાજેતરના હુમલાઓની શ્રેણીનો એક ભાગ છે. પાકિસ્તાનમાં હુમલાના થોડા કલાકો પહેલા જ ઈરાને સીરિયા અને ઈરાકમાં પણ મિસાઈલ હુમલા કર્યા હતા. વાસ્તવમાં, ઈરાનના કર્માન શહેરમાં બેવડા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 80 થી વધુ ઈરાની નાગરિકો માર્યા ગયા હતા. ઈસ્લામિક સ્ટેટ (IS) એ આ હુમલાની જવાબદારી લીધી હતી. ઈરાનને શંકા હતી કે જૈશ અલ-અદલ પણ હુમલામાં સામેલ હોઈ શકે છે.

ઈરાનની આ કાર્યવાહી તેના દ્વારા તાજેતરના હુમલાઓની શ્રેણીનો એક ભાગ છે. પાકિસ્તાનમાં હુમલાના થોડા કલાકો પહેલા જ ઈરાને સીરિયા અને ઈરાકમાં પણ મિસાઈલ હુમલા કર્યા હતા.

ઈરાનના કર્માન શહેરમાં બેવડા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 80 થી વધુ ઈરાની નાગરિકો માર્યા ગયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી હતી. ઈરાનને શંકા હતી કે જૈશ અલ-અદલ પણ હુમલામાં સામેલ હોઈ શકે છે.

હવે પાકિસ્તાને પણ આતંકીઓના ઠેકાણાઓ પર સૈન્ય હુમલા કરવાનો દાવો કર્યો છે. તેના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ગુરુવારે સવારે 4.50 કલાકે પાકિસ્તાની વાયુસેનાએ ઈરાનના સિસ્તાન-બ્લોચિસ્તાન પ્રાંતના સરવન શહેરમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. આ કાર્યવાહીમાં સાત વિદેશી માર્યા ગયા, જેમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

મંત્રાલયે કહ્યું કે, આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી છે. આ કામગીરીને માર્ગ બાર સરમાચાર નામ આપવામાં આવ્યું છે. અમે છેલ્લા ઘણા સમયથી ઈરાન સાથે આ અંગે વાત કરી રહ્યા હતા.

ઈરાનનો બિન-પ્રશાસિત વિસ્તાર કેવી રીતે આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન બની ગયો તે અંગે સતત ઈરાન સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાને ઈરાનને ઘણી વખત આ અંગે ડોઝિયર પણ સોંપ્યું હતું. તેમજ આતંકવાદી ગતિવિધિઓના ઘણા પુરાવા પણ આપવામાં આવ્યા હતા.

ઈરાને શું કાર્યવાહી કરી?
હવે ઈરાને પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સને તેના વિદેશ મંત્રાલયમાં બોલાવીને હુમલાની માહિતી મેળવી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની પ્રતિનિધિએ ગુરુવારે સવારે પોતાનું નિવેદન નોંધાવ્યુ છે.

બંને દેશો વચ્ચેના સંબંધો
ઈરાનનો વિસ્તાર પાકિસ્તાન કરતા બમણાથી વધુ છે, જ્યારે તેની વસ્તી પાકિસ્તાનની લગભગ એક તૃતીયાંશ છે. પ્રાકૃતિક સંસાધનોમાં સમૃદ્ધ ઈરાન પાસે બીજા નંબરનો સૌથી મોટો ગેસ ભંડાર, ચોથો સૌથી મોટો ક્રૂડ ઓઈલનો ભંડાર અને નોંધપાત્ર બિન-ઈંધણ ખનિજ સંસાધનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X