બાંગ્લાદેશમાં કેમ ચાલી રહ્યું છે બોયકોટ ઈન્ડિયા અભિયાન?
બાંગ્લાદેશના ફરી એક વખત ભારત વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. કેટલાક જુથો દ્વારા બોયકોટ ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન શેખ હસીનાએ આ અભિયાનના વિરોધમાં કહ્યું છે કે પહેલા તમારી પત્નીઓની સાડીઓ બાળો. હવે તેમનું આ નિવેદન ચર્ચાએ ચડ્યુ છે.

બાંગ્લાદેશમાં વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા ભારત વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે આખરે આ ભારત વિરોધી અભિયાન કેમ ચલાવવામાં આવી રહ્યું છે?
બાંગ્લાદેશની સરકાર ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખે છે ત્યારે વિરોધ પક્ષ માલદીવની જેમ ભારત વિરોધી અભિયાન ચલાવીને બાંગ્લાદેશમાં ભારતના પ્રભાવને ખતમ કરવા માંગે છે.
વિપક્ષનો આરોપ છે કે શેખ હસીના છેલ્લા 15 વર્ષથી ભારતની દખલગીરીના કારણે સતત જીતી રહી છે.
7 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટીએ 300માંથી 223 બેઠકો જીત્યા બાદ વિરોધ પક્ષોની નિરાશા ચરમસીમાએ છે. બીજી તરફ ભારતના વધતા પ્રભાવથી પરેશાન ચીન પણ આગમાં ઘી હોમી રહ્યું છે.
છેલ્લા એક દાયકા દરમિયાન બાંગ્લાદેશમાં ભારત વિરોધી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતની હાર બાદ પણ ઢાકા સહિત અનેક સ્થળોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને ઉજવણી કરવામાં આવી હતી.
આ અભિયાન હેઠળ બાંગ્લાદેશમાં ભારતીય સામાનનો બહિષ્કાર અને હિંદુ વિરોધી વાતાવરણ સર્જાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
