કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર કેટલી અસરકારક રહેશે વેક્સીન?
બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન એટલે કે અલગ પ્રકારના લાગી રહેલા એક વાયરસથી ઘણા લોકો બિમાર પડી રહ્યા છે. આના કારણે ત્યાં મહામારી બાદથી કોઈ એક દિવસમાં અત્યાર સુધી સંક્રમણનો સૌથી વધુ આંકડો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદથી ઘણા બધા દેશોએ બ્રિટન આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટન સરકારના સલાહકારોને લાગે છે કે આ સ્ટ્રેન સૌથી વધુ સંક્રમક છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આનો સામનો કઈ રીતે થશે અને કોરોનાની વેક્સીન આના પર કારગર સાબિત થશે?

કોરોનાનો નવો સ્ટ્રેન
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ એટલે કે સ્ટ્રેન સામે આવ્યો છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાસ્તવમાં વાયરસ હંમેશા પોતાનુ રૂપ બદલતા રહે છે એટલે કે તે હંમેશા મ્યુટેટ કરતા રહે છે માટે તેના વ્યવહારમાં આવી રહેલ ફેરફાર પર વૈજ્ઞાનિકો બાજ નજર રાખે છે પરંતુ હજુ સુધી આ વિશે જ માહિતી મળી છે તે ખૂબ જ ઓછી છે. આના માટે ઘણા સવાલો છે અને કંઈ પણ ઠોસ નથી. બ્રિટનના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ સ્ટ્રેન જૂના કોરોના વાયરસ કરતા 70 ટકા ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્રણ વાતોના કારણે આ નવો સ્ટ્રેન સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તે ઝડપથી વાયરસના બીજા પ્રકારોની જગ્યા લઈ રહ્યો છે. બની શકે કે વાયરસના એ હિસ્સામાં ફેરફાર થઈ રહ્યો છે જે મહત્વપૂર્ણ હોય છે. અમુક મ્યુટેશન્સ સાથે લેબોરેટરીમાં પ્રયોગમાં જોવા મળ્યુ છ કે તેમની માનવ કોશિકાને સંક્રમિત કરવાની ક્ષમતા વધી જાય છે.

વાયરસના નવા પ્રકારની વેક્સીન પર અસર થશે?
એ લગભગ નિશ્ચિત છે કે વેક્સીનની અસર થશે. હાલમાં તો એવુ લાગી રહ્યુ છે. બ્રિટનમાં અત્યારે જે ત્રણ વેક્સીન છે તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. એવામાં ભલે વાયરસનુ નવુ રૂપ બદલાય પરંતુ પ્રતિકારક ક્ષમતા તેના પર હુમલો કરીને તેને બેઅસર કરી દેશે. જો કે કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાનુ કહેવુ છે કે જો વાયરસને મ્યુટેટ થતો જોવામાં આવ્યો તો સ્થિતિ ચિંતાજનક થઈ શકે છે.
ભારતમાં હજુ સુધી નથી મળ્યો કોરોના વાયરસનો નવો સ્ટ્રેનઃ AIIMS

ભારત માટે કેટલુ ચિંતાજનક?
બ્રિટનમાં નવા સ્ટ્રેનની દસ્તક બાદ ભારતમાં સાવચેતીઓ વધી ગઈ છે. યુકેની ફ્લાઈટે રોક લગાવવામાં આવી છે. ICMRના ડાયરેક્ટ ડૉ.મોહન ગુપ્તેના જણાવ્યા મુજબ નવા સ્ટ્રેનનો ટ્રાન્સમિશન રેટ વધુ છે માટે સતર્કતા જરૂરી છે. હાલમાં નવો સ્ટ્રેન સાઉથ ઈંગ્લેન્ડમાં મળ્યો છે માટે ભારત માટે સતર્કતા જરૂરી છે કારણકે યુકેમાં નવી કડકાઈ બાદ લોકો અહીં પાછા આવવાનુ શરૂ કરી રહ્યા છે પરંતુ ભારતમાં કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે માટે સાવચેતી જરૂરી છે.