આકાશમાંથી છલાંગ લગાવીને આ વૃદ્ધાએ ઊજવ્યો પોતાનો 100મો જન્મદિવસ
ન્યૂયોર્ક, 10 નવેમ્બર: પોતાના 90માં જન્મ દિવસ પર સ્કાઇડાઇવ કરનારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબ્લ્યૂ બુશથી પણ એક પગલું આગળ વધતા ન્યૂયોર્કની રહેવાસી એલીનોર કનિંઘમે પોતાના 100માં જન્મદિવસ પર આકાશમાંથી છલાંગ(સ્કાઇ ડાઇવ) લગાવી.
પોતાના 100માં જન્મદિવસની આ છલાંગ પહેલા કનિંઘમે પોતાના પરિવારની સાત મહિનાની એક બાળકીને પ્રેમથી ચુમી હતી અને બાદમાં તેણે છલાંગ લગાવી હતી. આ છલાંગ તેમણે શનિવારે ગાંજ-વૂર્ટમાં સરટોગા સ્કાઇડાઇવિંગથી લગાવી. આ તેમની ત્રીજીવારનો કૂદકો હતો. 90 વર્ષની ઉંમરમાં પણ તેમણે છલાંગ લગાવી હતી.

સરટોગા સ્કાઇડાઇવિંગના ડીન મેક્ડોનલ્ડનું કહેવું છે કે કનિંઘમ અત્યાર સુધી તેમના ત્યાંથી છલાંગ લગાવનારી સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે.












Click it and Unblock the Notifications
