For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 દિવસ બાદ કાટમાળમાંથી જીવીત નીકળી 'રેશમા'

By Super
|
Google Oneindia Gujarati News

ઢાકા, 11 મેઃ આને કુદરતનો કરિશ્મા કહો કે પછી રેશમાના જીવનની કમાલ કે તે 17 દિવસ બાદ મહિલા રાણા પ્લાઝા બિલ્ડિંગના કાટમાળમાંથી જીવીત બહાર નીકળી છે. બાંગ્લાદેશ આર્મીના લેફ્ટિનેન્ટ કર્નલ મુઅજ્જમ જ્યારે બેસમેન્ટના કાટમાળમાં પહોંચ્યા તો ત્યાં રેશમા નામની મહિલા સલામત મળી આવી હતી. નોંધનીય છે કે 24 એપ્રિલે આ બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. ત્યારથી અત્યાર સુધી 1050 જટેલી લાશો બહાર કાઢવામાં આવી છે.

bangladesh-factory
આઠ માળની આ બિલ્ડિંગમાં મોટા ભાગે ગારમેન્ટ ફેક્ટરીઓ હતી, જ્યાં ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડના કપડાં તૈયાર થતા હતા, હવે અહીં એક પણ બ્રાન્ડનું નમોનિસાન બચ્યું નથી. આ ફેક્ટરીઓમાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી. રોજની જેમ શુક્રવારે પણ અહીં કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક ચમત્કાર થયો હતો.

મુઅજ્જમે જણાવ્યું કે, મે અહીં દરરોજ એટલી લાશો ગણી છે કે આવા કોઇ ચમત્કારની આશા નહોતી. એક હોલ નજર આવતા મે ટોર્ચની રોશની ત્યાં ફેંકી. જ્યારે હું એ હોલથી અંદર ગયો હતો સામે એક ભયજનક અવસ્થામાં મહિલા જોઇને હું ચોંકી ગયો હતો. મે તેને તુરત જ બિસ્કિટ અને પાણી પીવા માટે આપ્યું. ત્યાર બાદ તેણે પોતાનું નામ જણાવ્યું હતું. રેશમાને એમ્બ્યુલન્સ થકી આર્મી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ ઘટનાથી આહત નોબલ પીસ એવોર્ડથી નવાજવામાં આવેલા બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી મોહમ્મદ યૂનુસના મતે આ ઘટના કોઇ દેશની સૌથી મોટી નિષ્ફળતા છે. તેમણે મોટા રિટેલ બ્રાન્ડ્સને બાંગ્લાદેશ નહીં છોડીને જવા અનુરોધ કર્યો છે.

English summary
A WOMAN has been found alive deep within the ruins of the collapsed factory in Bangladesh a staggering 17 DAYS after the disaster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X