For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મહિલાએ 15 વર્ષ સુધી ફ્રિઝરમાં રાખ્યુ દાદીનુ શબ, કારણ જાણીને ચોંકી જશો

અમેરિકાના પેનસિલ્વેનિયાથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં એક 61 વર્ષની મહિલાએ કંઈક એવુ કર્યુ છે જેનાથી દરેક જણ અચંબિત છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પેનસિલ્વેનિયાથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં એક 61 વર્ષની મહિલાએ કંઈક એવુ કર્યુ છે જેનાથી દરેક જણ અચંબિત છે. પેનસિલ્વેનિયામાં રહેતી આ મહિલાએ 15 વર્ષથી પોતાની દાદીનુ શબ ફ્રીઝરમાં સંભાળીને રાખ્યુ હતુ. મહિલાને હાલમાં પોલિસે કસ્ટડીમાં લઈ લીધી છે. પોલિસે આરોપી મહિલાને પકડ્યા બાદ તેની પૂછપરછ પણ કરી જેમાં તેણે આમ કરવા પાછળનુ કારણ જણાવ્યુ છે.

આરોપી મહિલાએ કેમ કર્યુ આવુ?

આરોપી મહિલાએ કેમ કર્યુ આવુ?

આ મહિલાનુ કહેવુ છે કે તેણે આ બધુ સામાજિક સુરક્ષા ચેક્સ માટે કર્યુ હતુ. આ યોજના હેઠળ સેવાનિવૃત્ત અને વિકલાંબ વ્યક્તિઓ સાથે સાથે તેમના જીવનસાથી, બાળકો અને તેમના પર આશ્રિત લોકોને પૈસા મળે છે. આ ઘટનાની જાણ એ વખતે થઈ જ્યારે આ ઘરના વેચાણ માટે બે મહિલાઓ તેને જોવા માટે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આવી. ત્યારે તેમણે ગ્લેનોરા દેલાહના શબને જોઈ લીધુ.

2004માં થઈ ગયુ હતુ ગ્લેનોરાનુ મોત

2004માં થઈ ગયુ હતુ ગ્લેનોરાનુ મોત

પોલિસ આ કેસની ત્યારબાદથી જ તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલિસને માલુમ પડ્યુ કે ગ્લેનોરાનુ મોત વર્ષ 2004માં જ થઈ ગયુહતુ. તેમનુ મોત 97 વર્ષની ઉમરે થયુ છે. પરંતુ તેમની પૌત્રી સિંધિયા કેરોલિન બ્લેક(61)એ તેમના શબને બેઝમેન્ટમાં સ્થિત એક ફ્રીઝરમાં રાખી દીધુ. જેથી તે ગ્લેનોરાને મળતી બધા પ્રકારની યોજનાઓનો લાભ લઈ શકે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2001થી લઈને 2010 સુધી ગ્લેનોરાને 186,000 ડૉલર મળ્યા છે.પરંતુ આ અંગે માલુમ પડી શક્યુ નહિ કે આમાંથી કેટલા પૈસા સિંધિયાએ લીધા છે.

પોતાની દાદી સાથે રહેતી હતી સિંધિયા

પોતાની દાદી સાથે રહેતી હતી સિંધિયા

સિંધિયા પોતાની દાદીના મોત પહેલાથી તેમની સાથે રહેતી હતી. તે વર્ષ 2007માં કથિત રીતે શબને અરમદોરથી 100 મિલ દૂર મિલ્સબર્ગ લઈ. આમ કરવા માટે તે ગ્લેનોરાને મળતા પૈસાનો ઉપયોગ કરતી હતી. બાદમાં સિંધિયાએ પોતાનુ ઘર બદલ્યુ. પરંતુ પોતાના દાદીના શબને જૂના ઘરમાં જ રહેવા દીધુ. જ્યારે આ જૂનુ ઘર લોકો ખરીદવા આવ્યા તો તેમણે શબને જોઈ લીધુ. ત્યારબાદ આ લોકોએ પોલિસને ફોન કરી દીધો. જો કે હજુ સુધી એ નથી જાણી શકાયુ કે સિંધિયાને પકડવામાં આટલો સમય કેમ લાગ્યો.

પડોશીઓએ શું કહ્યુ?

પડોશીઓએ શું કહ્યુ?

સિંધિયા સાથે એ ઘરમમાં 55 વર્ષીય ગ્રેન બ્લેક પણ રહેતો હતો જ્યાં શબ મળી આવ્યુ છે. આ વ્યક્તિ હાલમાં જેલમાં છે. તેણે ફેબ્રુઆરી 2018માં કોઈ વ્યક્તિ પ હુમલો કરી દીધો હતો. તેમના પડોશીઓનુ કહેવુ છે કે આ લોકો ફ્રીઝર અને પોતાની દાદીના શબને છોડીને બાકી બધો સામાન લઈને બીજા ઘરે જતા રહ્યા હતા. આ લોકો પોતાના પડોશમા રહેતા લોકો સાથે બિલકુલ વાત કરતા નહોતા.

દિલ્લીમાં કાયમી લૉકડાઉન ન કરી શકીએ, કોરોના તો પણ રહેશેઃ સીએમ કેજરીવાલદિલ્લીમાં કાયમી લૉકડાઉન ન કરી શકીએ, કોરોના તો પણ રહેશેઃ સીએમ કેજરીવાલ

English summary
woman hiding body of her grandma in a freezer since 15 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X