For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેનની જેમ વિશ્વભરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓ

|
Google Oneindia Gujarati News

સ્પેનમા એક ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 56 લોકોના મોત નીપજ્યાં છે અને 70થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના સેન્ટિયાગો દે કોમ્પોસતેલા શહેર નજીક થયો છે. આ ટ્રેન રાજધાની મેડ્રિડ અને ફેરો શહેર વચ્ચે દોડતી હતી. આ દુર્ઘટનાને સ્પેનમાં અત્યારસુધીમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના ગણાવવામાં આવી રહી છે.

ક્ષેત્રીય સરકારી ઓફીસના એક પ્રવક્તાએ કહ્યું કે, આ દુર્ઘટનાએ 2004માં ઇસ્લામિક ચરમપંથીઓ દ્વારા કરવામાં આવેલા મેડ્રિડ ટ્રેન બોમ્બ વિસ્ફોટની ભયાનકતાને યાદ કરાવી દીધી છે, જેમાં 191 લોકો માર્યા ગયા હતા. ત્યારે આજે અમે અહી એવા જ કેટલાક ભયાનક ટ્રેન અકસ્માત અંગે જણાવી રહ્યાં છીએ તો ચાલો તસવીરો થકી આપણે 2002થી લઇને 2013 સુધી એટલે કે સ્પેનમાં થયેલી તાજી ટ્રેન દુર્ઘટના સુધીની માહિતી પર નજર ફેરવીએ.

 2002 ઇજીપ્ત

2002 ઇજીપ્ત

20 ફેબ્રુઆરી 2002 ઇજીપ્તમાં થયેલા અકસ્માતમાં 361 લોકોના મોત નીપજ્યાં હતા.

 2002 મોઝામ્બિક

2002 મોઝામ્બિક

25 મે 2002ના રોજ મોઝામ્બિકમાં થયેલા અકસ્માતમાં 192 લોકોના મોત નીપજ્યાં હતા અને મોટી સંખ્યામાં લોકોને ઇજા પહોંચી હતી.

2002 તાન્ઝાનિયા

2002 તાન્ઝાનિયા

24 જૂન 2002માં સેન્ટ્રલ તાન્ઝાનિયામાં થયેલા અકસ્માતમાં 200 લોકોના મોત નીપજ્યાં હતા.

 2004 ઇરાન

2004 ઇરાન

ઇરાનમા 18 ફેબ્રુઆરી 2004ના રોજ થયેલા અકસ્માતમાં 320 જેટલા લોકોનું મોત નીપજ્યું હતું.

 2004 સ્પેન

2004 સ્પેન

11 માર્ચ 2004 સ્પેનમાં થયેલા આતંકવાદી હુમલામાં 191 લોકોના મોત નીપજ્યા હતા અને 1400 લોકોને ઇજા પહોંચી હતી. મેડ્રિડના રેલવે સ્ટેશન પર આ હુમલો થયો હતો.

2004 ઉત્તર કોરિયા

2004 ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયામાં 22 એપ્રિલ 2004માં થયેલા ટ્રેન અકસ્માતમાં 161 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 1300થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

2005 જાપાન

2005 જાપાન

જાપાનમાં 25 એપ્રિલ 2005માં થયેલા ટ્રેન અકસ્માતમાં 107 લોકોના મોત અને 460 લોકોને ઇજા પહોંચી હતી.

2005 પાકિસ્તાન

2005 પાકિસ્તાન

પાકિસ્તાનમાં 13 જુલાઇ 2005ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં 133 લોકોના મોત નીપજ્યાં હતા.

 2006 મોન્ટેંગ્રો

2006 મોન્ટેંગ્રો

23 જૂન 2006માં મોન્ટેગ્રોમાં થયેલા અકસ્માતમાં 46ના મોત અને 19ને ઇજા પહોંચી હતી.

2006 ભારત

2006 ભારત

11 જુલાઇ 2006ના રોજ મુંબઇમાં ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 200 લોકોના મોત નીપજ્યાં હતા.

 2007 કોંગો

2007 કોંગો

1 ઓગસ્ટ 2007 કોંગોમાં થયેલા અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યાં હતા.

 2007 પાકિસ્તાન

2007 પાકિસ્તાન

19 ડિસેમ્બર 2007 પાકિસ્તાનમાં થયેલા અકસ્માતમાં 45 લોકોના મોત અને 100 લોકોને ઇજા પહોંચી હતી.

 2008 ચીન

2008 ચીન

28 એપ્રિલ 2008માં ચીનમાં થયેલા અકસ્માતમાં 70 લોકોના મોત અને 400થી વધુને ઇજા પહોંચી હતી.

 2008 શેચ રિપબ્લિક

2008 શેચ રિપબ્લિક

8 ઓગસ્ટ 2008માં શેચ રિપબ્લિકમાં થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુને ઇજા પહોંચી હતી.

 2008 કેલિફોર્નિયા

2008 કેલિફોર્નિયા

12 સપ્ટેમ્બર 2008માં કેલિફોર્નિયામાં થયેલા ટ્રેન અકસ્માતમાં 25 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા.

2009 વોશિંગટન

2009 વોશિંગટન

22 જૂન 2009ના રોજ વોશિંગટન ડીસીમાં થયેલા ટ્રેન અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યાં હતા અને 70 લોકોને ઇજા પહોંચી હતી.

 2009 ઇટલી

2009 ઇટલી

ઇટલીમાં 30 જૂન 2009ના રોજ થયેલા અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યાં હતા.

 2009 રશિયા

2009 રશિયા

રશિયામાં 27 નવેમ્બર 2009ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 26 લોકોના મોત થયા હતા.

 2010 રશિયા

2010 રશિયા

29 માર્ચ 2010ના રોજ રશિયામાં થયેલા ટ્રેન થયેલા આત્મઘાતી હુમલામાં 38 લોકોના મોત નીપજ્યાં હતા.

2010 ભારત

2010 ભારત

ભારતમાં 28 મે 2010ના રોજ થયેલા અકસ્માતમાં 148 લોકોના મોત નીપજ્યાં હતા.

 2011 ચીન

2011 ચીન

ચીનમાં 23 જુલાઇ 2011ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં 40 લોકોના મોત નીપજ્યાં હતા જ્યારે 192 લોકોને ઇજા પહોંચી હતી.

2012 ઇજીપ્ત

2012 ઇજીપ્ત

ઇજીપ્તમાં એક ટ્રેન અને શાળાની બસ વચ્ચે થયેલા અકસ્માતમા 50 બાળકો અને બસ ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું.

2013 ક્યૂબેક

2013 ક્યૂબેક

6 જુલાઇ 2013ના રોજ ક્યૂબેકમાં એક ક્રૂડ ઓઇલ લઇ જઇ રહેલી ટ્રેનનો અકસ્માત થયો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું.

2013 સ્પેન

2013 સ્પેન

25 જુલાઇના રોજ સ્પેનમાં થયેલા ટ્રેન અકસ્માતમાં 56 લોકોના મોત નીપજ્યાં છે.

English summary
At least 77 people have been killed and more than 143 injured after a passenger train derailed outside the northern Spanish city of Santiago de Compostela. here is the list of worst train accidents in this world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X