For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં Visa માટે આપવી પડશે સોશ્યલ મીડિયા હિસ્ટ્રી

હવે વીઝા માટે એપ્લાય કરતા પહેલા તમારે તમારા 5 વર્ષની મોબાઇલ જાણકારી અને સોશ્યલ મીડિયા હિસ્ટ્રી પણ રજૂ કરવી પડશે. આ જાણકારી સુરક્ષા કારણો સહ મંગાવવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં વીઝા માટે અરજી આપનાર અરજીકર્તાઓને હવે તેમના 5 વર્ષ સુધીના મોબાઇલ નંબર, ઇમેલ અને સોશ્યલ મીડિયા હિસ્ટ્રી પણ આપવી પડશે. ટ્રંપ પ્રશાસને તેમના દેશમાં વધી રહેલા આતંકી ખતરાની સમસ્યાને ઓછી કરવા માટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ફેડરલ રજિસ્ટ્રરે ગુરુવારે એક ડોક્યૂમેન્ટને પોસ્ટ કરીને કહ્યું કે જે નોન એગ્રીમેન્ટ વીઝા સાથે અમેરિકા આવવા માંગે છે તેમણે અમારા નવા નિયમો અંતર્ગત સવાલોના જવાબ આપવા પડશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ મુજબ, આ નવા વીઝા ફોર્મ 7,10,000 ઇમિગ્રેટ્સ અને 1.4 કરોડ નોન ઇમિગ્રેટ્સ પર પ્રભાવિત થશે. આ નવા નિયમ અંતર્ગત વીઝા અરજી આપનારને તેની સોશ્યલ મીડિયા આઇડેન્ટિફિકેશનની સમગ્ર ડિટેલ્સ અને સાથે જ પાંચ વર્ષ સુધીના ફોન અને મોબાઇલ નંબરની ડિટેલ આપવી પડશે.

United States Visa

સાથે જ આ સમય દરમિયાન ઉપયોગમાં લીધેલા તમામ મોબાઇલ નંબર, ટેલિફોન અને ઇમેલ તથા પાંચ વર્ષની આંતરાષ્ટ્રીય યાત્રાની જાણકારી પણ આપવી પડશે. સાથે જ તે કયા દેશ ગયા હતા કે પછી તેમને કોઇ દેશમાંથી નીકાળવામાં આવ્યા છે કેમ તે પણ જણાવવું પડશે. વળી તે વ્યક્તિ કે તેનો પરિવાર કોઇ રીતે આંતકી ગતિવિધિ સાથે સંકળાયેલો તો નથીને તે પણ જણાવવું પડશે. આ મામલે સૂચન આપવા માટે 60 દિવસોનો સમય આપવામાં આવ્યો છે. વીઝાથી લઇને અમેરિકા આવી રહેલા લોકોને આ પ્રકારની સૂચનાઓનો પ્રયોગ સરકાર પોતાના દેશની સુરક્ષા માટે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપ પ્રશાસનમાં એક પછી એક વીઝા પ્રોસેસને વધુને વધુ મુશ્કેલ બનાવવામાં આવી રહી છે.

English summary
You will have to submit your social media details for applying US Visa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X