For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ભારતીયનો મૃતદેહ મળતા ખળભળાટ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 31 ડિસેમ્બર: અમેરિકામાં દારૂની એક દુકાનમાં એક ભારતીયનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હત્યાની તપાસ શરૂ કરી દેવાઇ છે. આંદ્રપ્રદેશનો રહેનાર અને 47 વર્ષીય વૈંકેટ રેડ્ડી ગોલી ઓહાયોના કોલરેન ટાઉનશિપના સેન્ટ્રલ લિકર સ્ટોરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

કોલરેન ટાઉનશિપ પોલીસ વિભાગેના એક પ્રવક્તાએ પીટીઆઇને જણાવ્યું કે આ લીકર સ્ટોરના માલિક ગોલીના શરીર પર ઇજાઓના નિશાન મળ્યા છે. પોલીસનું કહેવું છે કે તેમણે તેની હત્યાનો કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી દીધી છે.

પ્રવક્તાએ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે, અને અમે કોઇ સૂચના સાર્વજનિક કરી શકીએ નહી. ગોલીની પત્નીના ફોન કર્યા બાદ પોલીસ રવિવારે બપોરે સ્ટોર પર આવી પહોંચી હતી. શનિવારે રાત્રે તેનો પતિ ઘરે નહી આવ્યા બાદ ગોલીની પત્નીએ સ્ટોર પર ગઇ અને પોતાના પતિને જમીન પણ પડેલો જોઇ તે સ્તબ્ધ થઇ ગઇ હતી. ત્યારબાદ તેણે આ અંગે પોલીસને જાણકારી આપી હતી.

જોકે મૂળ ભારતીય આ અમેરિકન લીકર શોપ કિપરનું મૃત્યું કયા કારણોસર થયું અને તેની પાછળ કોનો હાથ હોઇ શકે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

English summary
An Indian man hailing from Andhra Pradesh, who used to run a liquor store in the US, was found dead at the shop under suspicious circumstances and police have opened a homicide investigation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X