મોદીને PM બનાવવા માટે હવે અમેરિકા પીશે ચા!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ખૂબ જછે. જ્યાં ભાજપ દેશમાં મોદીની લહેરને જનાધારમાં ફેરવવાની કોશિશ કરી રહ્યા છે તો વિદેશમાં પણ મોદીના નામની બૂમ પડતી દેખાઇ રહી છે.

મોદીના સમર્થન માટે અમેરિકામાં પણ 'ચા પર ચર્ચા' કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહી છે. અમેરિકામાં ઓવરસીઝ ફ્રેડ્સ ઓફ ભાજપ નામની સંસ્થા 100થી વધારે કાર્યક્રમ આયોજિત કરી ચૂકી છે. મોદીને દેશના વધાપ્રધાન બનાવવા માટે આ સંસ્થા અમેરિકામાં લોકોને ચા પીવડાવીને તેમની સાથે ચર્ચા કરી રહી છે.

એટલું જ નહીં આ ભારત સ્થિત સંભવિત વોટર્સને ફોન કરીને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરશે, જેનાથી વોટ પ્રભાવિત થશે. ઓએફબીજેપીના અધ્યક્ષ ચન્દ્રકાંત પટેલ 'મોદી ફોર પીએમ' અભિયાન અંતર્ગત અમેરિકાના અલગ-અલગ સ્થળોમાં યાત્રા કરી પ્રવાસી ભારતીયો સાથે સંપર્ક કરશે અને લોકોને મોદીને સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યા છે.

modi
મોદી માટે અમેરિકામાં કેમ્પેઇન ચલાવી રહેલા ચંદ્રકાંતનો દાવો છે કે ઇંડો-અમેરિકનમાં મોદીને લઇને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓએફબીજેપી અને એવા ઘણા અન્ય સંગઠનો મળીને અમેરિકામાં 100થી વધારે સ્થળો પર 'ચાય પે ચર્ચા' કરી રહ્યા છે.

પટેલે એ પણ જણાવ્યું કે 'અમને એવી સરકાર જોઇએ જે પ્રવાસી ભારતીઓને વોટિંગનો અધિકાર આપે, વાણિજ્યિક દૂતાવાસ સંબંધી સેવા પૂરી પાડે, રોકાણની સારી તકોને પ્રોત્સાહીત કરે અને સાથે સાથે એવી સુરક્ષાની ભાવના પણ અપાવે, જે દરેક એનઆરઆઇ ઇચ્છે છે. આ સભાઓ એડીસન, જર્સી સિટી, ન્યૂ બ્રૂન્સવિક, પારસીપ્પની, ન્યૂજર્સી, વોશિંગ્ટન ડીસી મેટ્રોપોલિટન વિસ્તાર, ટંપા, મેલબર્ન, ફ્લોરિડા, હ્યૂસ્ટન, ટેક્સાસ, શિકાકો, પેન્સિલવેનિયા, લોસ એન્જિલિસ, બોસ્ટન, ન્યૂયોર્ક અને મેમ્ફિસનો સમાવેશ થાય છે.'

English summary
Drumming up support for Narendra Modi, the Overseas Friends of BJP (OFBJP) is organising hundreds of 'chai pe charcha' events in the US and calling up people in India to influence potential voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X