For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનમાં મોંઘવારીનો માર, મકાનના ભાડા અને ખાદ્ય વસ્તુઓ ભાવ વધતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ભારતીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં જીવન નિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.

|
Google Oneindia Gujarati News

Indian Students in Briain: બ્રિટનમાં ચાલુ વર્ષે ભારતીયોને સૌથી વધુ વિઝા અપાયા હોય પરંતુ વધતા જતા ફૂગાવાના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમની કોલેજના શહેરમાં ઘર શોધવુ અને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. તમને જણાવી દઈએ કે બ્રિટિશ હાઈ કમિશનના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા વર્ષમાં ભારતીયોના સૌથી વધુ 1.27 લાખ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.

britain

જે વિદ્યાર્થીઓ હાલમાં બ્રિટન ગયા છે તેમના માટે વિદેશમાં ભણવુ મુશ્કેલ બની રહ્યુ છે. કોઈ અજાણ્યા દેશમાં રહેવા માટે છત ન મળવી એક કોઈ ખરાબ સ્પપ્નથી કમ નથી તેમ નિષ્ણાતોએ જણાવ્યુ હતુ. મકાનોના ભાડા ઉપરાંત ખાદ્ય વસ્તુઓના સતત વધી રહેલા ભાવ પણ એક મોટો પડકાર છે. આ બધાના કારણે તેમનો દૈનિક ખર્ચ વધી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં 2020માં મોંઘવારી રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર સુધીના 12 મહિનામાં મકાન માલિકનુ ભાડુ સહિત ગ્રાહક મૂલ્ય સૂચકાંક 8.8 ટકા વધી ગયુ હતુ. એનએસઓના નવેમ્બરના આંકડા મુજબ ફૂગાવો 9.3 ટકાએ પહોંચી ગયો હતો. બ્રિટિશ હાઈ કમિશનના આંકડાઓ મુજબ બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા મેળવવાની બાબતમાં ભારત ચીન કરતા આગળ વધી ગયુ છે.

English summary
Britain inflation hits Indian students as house rents and food prices rise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X