For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપુરમાં ભારતીયના મૃત્યુ બાદ હિંસા, 27ની ધરપકડ

|
Google Oneindia Gujarati News

સિંગાપુર, 9 ડિસેમ્બર: સિંગાપુરમાં એક ભારતીય કામદારની ગઇકાલે રવિવારે એક બસ સાથે અકસ્માત થયા બાદ તેનું મોત નિપજ્યું હતું, આ દુર્ઘટના બાદ ભડકેલી હિંસામાં 400 લોકોનો પોલીસની સાથે જોરદાર સંઘર્ષ થયો, જેમાં 10 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. બેકાબુ બનેલા ટોળાએ વાહનોને આગ ચાંપી દીધી હતી, આ મામલામાં પોલીસે 27 શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે 33 વર્ષના એક ભારતીય કામદારની એક ખાનગી વાહન સાથે ટક્કર થઇ ગઇ હતી, ત્યાર પછી લિટિલ ઇન્ડિયા વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી અને આ મામલે પોલીસે 27 લોકોને પોતાની કેદમાં લઇ લીધા છે.

singapore
સિંગાપુરના વડાપ્રધાન લી સીએન લૂંગે હિંસાની આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે ભલે કોઇપણ કારણથી આ હિંસા ભડકી હોય, પરંતુ આને કોઇપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. અમે આવી હિંસક ઘટનાઓના દોષિયોને કોઇપણ કિંમત પર છોડીશું નહીં.

સિંગાપુરની સિવિલ ડિફેન્સ ફોર્સ તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉગ્ર ભીડે ત્રણ પોલીસ વાહનો, એક એમ્બ્યુલન્સ અને એક બાઇકને આગ ચાપી દીધી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

English summary
Around 400 South Asian migrant workers staged violent protests in Singapore's Little India neighbourhood following the death of an Indian national in a bus accident Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X