For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેલિફોર્નિયામાં સરદારોની સુરક્ષા માટે બન્યો કાયદો

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

Sikh boy with US Flag
વોશિંગ્ટન, 11 સપ્ટેમ્બર:કેલિફોર્નિયાના ગર્વનરે રાજ્યમાં કાર્યસ્થળો પર સિખો અને મુસલમાનોની વિરૂદ્ધ ભેદભાવ દૂર કરવાના હેતુથી બે ઐતિહાસિક બીલો પર હસ્તાક્ષર કર્યા છે.આ ઐતિહાસિક સમયે ગર્વનર જૈરી બ્રાઉને કાર્યાલયમાં પાંચસોથી વધુ સિખોને પાઘડી પહેરાવી એકસૂત્ર કર્યા હતા.

બ્રાઉને 'કાર્યસ્થળ ધાર્મિક સ્વતંત્રતા અધિકાર, એસેમ્બલી બીલ 1964' પર હસ્તાક્ષર કર્યા, જે આ નક્કી કરે છે કે આ કાયદાથી કર્મચારીઓને સમાન રક્ષણ મળે. પાઘડી, હીઝબ અથવા બુરખો પહેરનાર કારીગરોને રક્ષણ મળે. વર્ષ 2011માં કેલિફોર્નિયામાં કર્મચારીઓને 500થી વધુ કિસ્સાઓનો સામનો કરવો પડ્યો છે. બ્રાઉને સીનેટ બિલ 1540 પર પણ હસ્તાક્ષર કર્યા હતા જે કેલિફોર્નિયા હાઇસ્કૂલના અભ્યાસકર્મનું નવીનીકરણ કરે છે. રાજ્યમાં પ્રત્યેક વિદ્યાર્થી સિખ અને કેલિફોર્નિયાના સિખોનો ઇતિહાસ,પરંપરાઓ અને તેમના ધર્મ વિશે શીખી શકે.

બ્રાઉને જ્યારે આ બંને બિલો પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમની ચારેય તરફ સિખ સમુદાય લોકો રંગબેરંગી પાઘડીઓ પહેરીને ઉભા હતા. આ પ્રસંગે સિખ સમુદાયના લોકો ટેક્સાસ અને કોલોરાડોથી બ્રાઉનના કાર્યાલય પહોંચ્યા હતા. બ્રાઉને લગભગ 500 શિખોના સમુદાયને સંબોધન કરતાં કહ્યું હતું કે ' તમારે દરરોજ પૂર્વાગ્રહોને તોડવા પડે છે અને અમારી મદદ માટે આમ કરતાં રહો. હૂં ઘણા બીલો પર હસ્તાક્ષર કરવાનો છું.

એક સમાચાર પત્રના અહેવાલમાં બ્રાઉનના હવાલાથી લખવામાં આવ્યું છે કે' જ્યાં પણ સિખ સમુદાય છે, તે જોઇ શકે છે કે કેલિફોર્નિયામાં તેમની કેટલી શક્તિશાળી હાજરી છે.' તેમને કહ્યું કે શિક્ષાથી નફરત, પૂર્વાગ્રહો અને ઘાતક ગેરસમજોને દૂર કરી શકાય. તેના પરિણામ સ્વરૂપે વિસ્કોંસિનમાં પૂજાસ્થળની બહાર સિખોનો નરસંહાર થયો હતો.

બ્રાઉને કહ્યું કે 1949 પછી કેલિફોર્નિયાના નિર્માણમાં અપ્રવાસીઓએ ઘણું યોગદાન કર્યું છે જેમાં ચીની,જાપાની,ફિલિપીની,મેક્સિકન,પંજાબી અને યૂરોપીયનોનો સમાવેશ થાય છે. તેમને કહ્યું હતું કે 'મારા પોતાના પરદાદા 1852માં જર્મનીથી આવ્યા હતા અને તેઓ અંગ્રેજી બોલી શકતા ન હતા. કેલિફોર્નિયામાં હંમેશા વિભિન્ન દેશોમાંથી લોકો આવે છે અને તે 113 અલગ-અલગ ભાષાઓ બોલે છે.

English summary
The Sikh community in the United States has hailed the California Governor Edmund G Brown for signing into law two legislations protecting the rights of the Sikhs and including information about the religion in High School curriculum in the State. While one of them updates the California high school curriculu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X