બ્રિટનમાં ભારતીય દંપતિથી અલગ કરાયું તેમનું બાળક

ગઇ 6 માર્ચના રોજ બેયર્ડ્સ હિલ પ્રાઇમરી સ્કૂલના ટીચરોએ ક્લાસ વનના સ્ટૂડેન્ટ અચિંત્યની ફરિયાદ બાદ પોલીસ અને સોશિયલ સર્વિસના અધિકારીઓને બોલાવી લીધા. અચિંત્યએ જણાવ્યું કે તેના પિતા એક ખરાબ વ્યક્તિ છે અને મારી સાથે ખરાબ વર્તન કરે છે. ત્યારબાદ બાળકને તેના માબાપથી અલગ કરી દેવામાં આવ્યું.
માતા-પિતાએ શું કહ્યું: બાળકના પિતા રજત પુરી અને શ્રુતિનું કહેવું છે કે સ્કૂલે અમારા પુત્રની ટિપ્પણીનો ખોટો અર્થ કાઢી 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ'નો મામલો સમજ્યા. શ્રુતિનું કહેવું છે કે તેમના પતિને ખરાબ કહેવાનો અચિંત્યનો ઇશારો તેમની દારુ પિવાની આદત તરફ હતો. શ્રુતિએ જણાવ્યું કે મેં મારા અચિંત્યને જણાવ્યું હતું કે દારુ પીવો ખરાબ વાત છે.
શ્રુતિ અને રજત 2009થી ઓક્સફોર્ડના રોજહિલ વિસ્તારમાં રહે છે. શ્રુતિનું કહેવું છે કે જ્યારે તે તેના પુત્રને છેલ્લીવાર મળી તો તેના ચહેરા અને પીઠ પાછળ મારના નિશાન હતા. તેને અંધારા ઓરડામાં પૂરી રાખવામાં આવે છે, તે ખુબ જ ડરેલો છે. અમે એ વિસ્તારના એમપી અને ચીફ ઓફ સોશિયલ સર્વિસને પણ મળ્યા પરંતુ કોઇની પાસેથી મદદ ના મળી.
દમ્પતિએ આ અંગે બ્રિટીશ પીએમ કેમરોનને પણ પત્ર લખ્યો છે. શ્રુતિએ આ મામલે રંગભેદનો આરોપ પણ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના નોર્વેમાં પણ સામે આવી હતી, જેમાં પેરેન્ટ્સથી તેના બાળકોને અલગ કરી દેવાયા હતા.












Click it and Unblock the Notifications
