ભારતીય મૂળના ત્રણ અમેરિકન 'ચેમ્પિયન્સ ઓફ ચેન્જ' એવોર્ડથી સમ્માનિત

શિકાગોની શ્રદ્ધા અગ્રવાલ, કંસાસના રિદ્ધિમાન દાસ અને મેસાચુસેટ્સના અમર સાહનીને વ્હાઇટ હાઉસમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ત્રણેય સહિત કુલ 11 લોકોને ગઇકાલે સમ્માનિત કરવામાં આવ્યા. મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી ટોડ પાર્કે જણાવ્યું કે પ્રવાસિયોએ અમેરિકાને વધુ સમૃદ્ધ અને નવીન બનાવ્યું છે.
પાર્કે જણાવ્યું કે 'અમને આ લોકો પર ગર્વ છે, જેમણે અમારી અર્થવ્યવસ્થાને આગળ વધારી છે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને આગળ લઇ જવા અને પોતાના સમુદાયની મદદ કરવા માટે પ્રત્યેક દિવસ કામ કર્યું છે.'












Click it and Unblock the Notifications
