For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, શું મુસ્લિમ મતોનું સમીકરણ બદલાશે?

ઉત્તર પ્રદેશની 82 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની જીત અને હાર સુનિશ્ચિત કરવાની શક્તિ મુસ્લિમોને એક મજબુત વોટ બેંક બનાવે છે, જેને કોઈ રાજકીય પક્ષ અવગણી શકે નહીં.

|
Google Oneindia Gujarati News

લખનઉ : ઉત્તર પ્રદેશની 82 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની જીત અને હાર સુનિશ્ચિત કરવાની શક્તિ મુસ્લિમોને એક મજબુત વોટ બેંક બનાવે છે, જેને કોઈ રાજકીય પક્ષ અવગણી શકે નહીં. અત્યાર સુધી માત્ર સપા, બસપા અને કોંગ્રેસ જેવા પક્ષોએ જ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મત પર પોતાનો એકાધિકાર માન્યો છે, પરંતુ આ વખતે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની એન્ટ્રીએ મુસ્લિમોના મતોનું સમીકરણ વીખી નાખ્યું છે.

muslim vote

આ જ કારણ છે કે, જે પક્ષોને લાગ્યું કે મુસ્લિમો પાસે કોઇ ચોઇસ નથી, તેઓ હવે ઓવૈસીના માથે માછલા ધોઇ રહ્યા છે. આવા સમયે પ્રાદેશિક મુસ્લિમ પક્ષો જે પહેલાથી ત્યાં હતા તેઓ પણ તેમનો પ્રભાવ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે.

બિન-ભાજપ પક્ષો વચ્ચે મુસ્લિમ મતો માટે એકત્રીકરણ

બિન-ભાજપ પક્ષો વચ્ચે મુસ્લિમ મતો માટે એકત્રીકરણ

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ચૂંટણી લડે છે, અન્ય પ્રાદેશિક મુસ્લિમ કેન્દ્રિત પક્ષોએ પણ આ વખતે રાજ્યનીસત્તામાં વધુ ભાગીદારી માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. આ તમામ પક્ષો કહેવાતા 'બિન સાંપ્રદાયિક' ભાજપ વિરોધી મતો એકઠા કરવા માગે છે.

ગત અઠવાડિયેમોહમ્મદ અયુબના નેતૃત્વવાળી પીસ પાર્ટી અને રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલે આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી માટે યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સના નામે ગઠબંધનનીજાહેરાત કરી હતી. અયુબે એમ પણ કહ્યું છે કે, તેમનું જોડાણ AIMIM સહિત તમામ પછાત, દલિત અથવા મુસ્લિમ પક્ષો સાથે ભાગીદારી કરવા તૈયાર છે, જેથીમુસ્લિમોના મત વિભાજિત ન થાય.

SP માટે વધુ એક મુશ્કેલી

SP માટે વધુ એક મુશ્કેલી

2012ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પાર્ટીને 4 બેઠકો મળી હતી, પરંતુ 2017માં તે તમામ ચાર બેઠકો ગુમાવી હતી. તેવી જ રીતે રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ આઝમગઢવિસ્તારમાં ખૂબ જ મજબૂત છે, પરંતુ ક્યારેય ચૂંટણી જીતી શકી નથી. જો આ પક્ષોનું ગઠબંધન ગંભીરતાથી ચૂંટણી લડે અને મુસ્લિમ મતોનું વચન આપીને ઓવૈસીનેપોતાની સાથે લાવવામાં સફળ રહે, તો સમાજવાદી પાર્ટીને સૌથી વધુ ફટકો પડી શકે છે.

મુસ્લિમ નેતૃત્વ તૈયાર કરવા માંગે છે ઓવૈસી

મુસ્લિમ નેતૃત્વ તૈયાર કરવા માંગે છે ઓવૈસી

ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની વસ્તી 19 ટકાથી વધુ છે. તેની સરખામણીમાં યાદવ, જાટવ, રાજભાર અને નિશાદ જેવી કેટલીક હિન્દુ જાતિઓની વસ્તી ઘણી ઓછી છે, પરંતુઆ તમામ જ્ઞાતિઓનો પોતાનો એક ચહેરો છે, જેના નામે તેમના મોટાભાગના મત પડે છે. ઓવૈસી પણ યુપીમાં મુસ્લિમોમાં પોતાનું નેતૃત્વ આ જ આધાર પરબનાવવાનું વચન આપી રહ્યા છે. તેમની દલીલ એવી છે કે, તમામ પક્ષોએ મુસ્લિમોનો ઉપયોગ માત્ર 'વોટ બેંક' તરીકે કર્યો છે, તેમના મુદ્દાઓની પરવા નથી.

ઓવૈસીના પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર હૈદરાબાદના સાંસદ રાજ્યના મુસ્લિમોને સપા, બસપા અને કોંગ્રેસની 'ગુલામી' માંથી બહાર કાવા માગે છે.

બિહારના સીમાંચલમાં ચાખવા મળ્યો વિજયનો સ્વાદ

બિહારના સીમાંચલમાં ચાખવા મળ્યો વિજયનો સ્વાદ

ઓવૈસી જાણે છે કે, જો તેમની પાર્ટી અથવા તેમનું ગઠબંધન હારશે, તો યુપીની મુસ્લિમ બહુમતીવાળી 403 બેઠકોમાંથી 82 પર વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

AIMIM એ ગત વર્ષે બિહારના સીમાંચલ વિસ્તારમાં મુસ્લિમ બહુમતીવાળી પાંચ બેઠકો પર જીત હાંસલ કરી છે. તે વિસ્તાર હંમેશા આરજેડી, કોંગ્રેસ અને જેડીયુનોગઢ માનવામાં આવતો હતો. ઓવૈસીએ યુપીમાં 100 બેઠકો માટે ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી છે. ઓવૈસીએ આ મહિને અયોધ્યાથી ચૂંટણી પ્રચારનીશરૂઆત પણ કરી છે અને ઘણી જગ્યાએ સભાઓ પણ યોજી છે.

હવે મુસ્લિમો માત્ર 'વોટ બેંક' બનીને નહીં રહે!

હવે મુસ્લિમો માત્ર 'વોટ બેંક' બનીને નહીં રહે!

AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ અસીમ વકારે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેમની પાર્ટીનો વાસ્તવિક ઉદ્દેશ તેમની રાજનીતિ સ્થાપિત કરવાનો અને મુસ્લિમોમાંનેતૃત્વ બનાવવાનો છે, જે સમુદાયના ભવિષ્ય માટે કામ કરી શકે છે. તેમના મતે 'મુસ્લિમ મતો મેળવતા કહેવાતા ધર્મનિરપેક્ષ પક્ષોએ પણ ક્યારેય મુસ્લિમ નેતૃત્વનેઉભરી આવવાની તક આપી નથી.'

તેમણે કહ્યું કે, સચ્ચર સમિતિના રિપોર્ટથી સમગ્ર પરિસ્થિતિ સામે આવી છે. જો કે, સપા, બસપા અને કોંગ્રેસ જેવા પક્ષો ઓવૈસી પરભાજપના હિતમાં કામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ કેટલાક રાજકીય નિષ્ણાંતો અલગ દ્રષ્ટિકોણ વ્યક્ત કરી રહ્યા છે.

ઓવૈસી BJP કરતા વધુ અન્ય પાર્ટીઓના નિશાના પર

ઓવૈસી BJP કરતા વધુ અન્ય પાર્ટીઓના નિશાના પર

રાજકીય વિશ્લેષક પરવેઝ અહમદ માને છે કે, આ વખતે 'ઓવૈસી ફેક્ટર'ની ચોક્કસપણે ઉત્તર પ્રદેશમાં અસર પડશે. તેમના મતે 'આનું કારણ એ છે કે, દેશમાં કટ્ટરહિન્દુત્વ રાજકારણના ઉદય બાદ મુસ્લિમોનો મોટો વર્ગ તેમના અલગ નેતૃત્વનું મહત્વ સમજવા લાગ્યો છે.' સપા, બસપા અથવા કોંગ્રેસ જેવા પક્ષોએ મુસ્લિમ હિતમાંકામ કરવાના ઘણા દાવા કર્યા છે, પરંતુ મુસ્લિમો સંબંધિત મુદ્દાઓ પર હંમેશા શાંત રહ્યા છે. એટલે કે અહમદ કહે છે કે, ઓવૈસી ભાજપના નિશાના પર નથી, તેઓ તેપક્ષોના નિશાના પર છે, જે ભાજપનો ડર બતાવીને અત્યાર સુધી મુસ્લિમ મતો લઈ રહ્યા હતા.

મુસ્લિમોના એક વર્ગનું વલણ બદલાયું

મુસ્લિમોના એક વર્ગનું વલણ બદલાયું

અહમદે કહ્યું પણ છે કે, મુસ્લિમોનો એક વર્ગ છે જે વિચારે છે કે, ભાજપે તેમનું શું નુકસાન કર્યું છે. મુઝફ્ફરનગર રમખાણો ભાજપના નહીં પણ સપાના શાસન દરમિયાનથયા હતા. યોગી આદિત્યનાથના કાર્યકાળમાં આવા કોઈ રમખાણો થયા ન હતા, જેમાં મુસ્લિમોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા.

રાજ્યમાં સરકારી નોકરીઓમાંમુસ્લિમોનો હિસ્સો 2 ટકાથી ઓછો છે, જેમાં બિન-ભાજપ શાસિત પક્ષો સૌથી લાંબા સમય સુધી શાસન કર્યું છે.

ઉત્તર પ્રદેશના મુસ્લિમ બહુમતીવાળા જિલ્લાઓ ક્યા છે?

ઉત્તર પ્રદેશના મુસ્લિમ બહુમતીવાળા જિલ્લાઓ ક્યા છે?

વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી 19.26 ટકા છે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં અમરોહા (78 ટકા), રામપુર, (50.57 ટકા), મુરાદાબાદ (47.12 ટકા), બિજનૌર (43.04 ટકા), સહારનપુર (41.95 ટકા), મુઝફ્ફરનગર (40 ટકા) અને બલરામપુર. આઝમગઢ, બરેલી, મેરઠ,બહરાઈચ, ગોંડા અને શ્રાવસ્તીમાં પણ 30 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવે છે. જો કે, કેટલાક નિષ્ણાતો દાવો કરે છે કે, ઉત્તર પ્રદેશમાં દરેક ચૂંટણીમાં મુસ્લિમ નેતૃત્વનીવાતો આવે છે, પરંતુ માત્ર સપા અને બસપાને જ મુસ્લિમોના મત મળે છે. જો કે, ઓવૈસીની પાર્ટી ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ની સાથે 'ભાગીદાર મોરચા' હેઠળ રાજ્યમાં ચૂંટણી લડશે.

English summary
So far, only parties like SP, BSP and Congress have asserted their monopoly on Muslim votes in Uttar Pradesh, but this time the entry of Hyderabad MP Asaduddin Owaisi's party has shattered the equation of Muslim votes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X