જીસીએસ હોસ્પિટલમાં 63મો નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો
જીસીએસ હોસ્પિટલમાં 63મો નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો
63મો નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ 14-15 ઓગસ્ટના રોજ જીસીએસ હોસ્પિટલ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ અભ્યાસક્રમ એકેડેમી ઓફ ટ્રોમેટોલોજી (ઇન્ડિયા), ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સર્જરી ઓફ ટ્રોમા એન્ડ સર્જિકલ ઇન્ટેન્સિવ કેર અને જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો.

ભારતભરમાંથી 40 થી વધુ પ્રતિનિધિઓએ આ બે દિવસીય કોર્સમાં ભાગ લીધો હતો, જેમાં એક્સિડેન્ટથી થતા માથાની ઇજા, કરોડરજ્જુની ઇજા, બાળકોની ઇજા, એક્સિડન્ટ અને હેમરેજ ની સારવાર દ્વારા મૃત્યુદર ઓછો કરવા અને જીવન બચાવવાની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કોર્સમાં પ્રેક્ટિકલ સાથે પોલીટ્રોમા દર્દીઓના ઝડપી સારવારના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ કોર્સ અનુભવી પ્રોફેસર ડો.પંકજ પટેલ (ભૂતપૂર્વ ડીન એનએચએલ મેડિકલ કોલેજ), ડો. મંજુલ જોશીપુરા, ડો. રશેસ દિવાન, ડો. શરદ વ્યાસ, ડો. ધીરેન ગાંજવાલા, ડો. આશિમા પરીખ, ડો. કેતન પટેલ અને ડો. હીના છાનવાલ(ઓર્ગનાઈઝીંગ સેક્રેટરી) દ્વારા શીખવાવમાં આવ્યો હતો.
આ કોર્સને જીએમસી નિરીક્ષક ડો.આનંદ મિસ્ત્રી(પ્રોફેસર - જીસીએસ ફિઝિયોલોજી વિભાગ ) દ્વારા 7 ક્રેડિટ કલાક માટે માન્યતા આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
