ગુજરાતમાં નવા બંદરનુ ભૂમિ પૂજન, CMએ કહ્યુ - 27 હજાર કરોડના વિકાસ કાર્યોનુ શિલાન્યાસ-લોકાર્પણ કર્યુ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિર સોમનાથ જિલ્લાના નવા બંદર વિસ્તારમાં મત્સ્ય બંદરનુ ભૂમિ પૂજન કર્યુ.

ગિર સોમનાથઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિર સોમનાથ જિલ્લાના નવા બંદર વિસ્તારમાં 300 કરોડ રૂપિયાની કિંમતે બનનાર આધુનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા યુક્ત મત્સ્ય બંદરનુ ભૂમિ પૂજન કર્યુ. આ દરમિયાન રૂપાણીએ કહ્યુ કે ગયા 5 મહિનામાં અમારી સરકારે 27 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગળ કહ્યુ કે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની વિશાળ સંભાવનાઓ સાથે સમન્વય સ્થાપિત કરીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોના આધુનિકીકરણ દ્વારા તટીય અર્થવ્યવ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

cm rupani

મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકાર પારદર્શિતા અને ઈમાનદારી સાથે કાર્ય કરી રહી છે. આ સરકાર ગરીબો અને જરૂરિયાતમંદોની સરકાર છે. જનતાના પૈસા જનતા માટે ખર્ચ કરીને પારદર્શી અને જનાભિમુખ પ્રશાસનથી કામ થઈ રહ્યુ છે. બે-અઢી દશક પહેલા વિરોધીઓની સરકારના સમયમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ બાદ લોકો કામ શરૂ થવાની રાહ જોઈને થાકી જતા હતા જ્યારે અમે જે કાર્યનો શિલાન્યાસ કરીએ છીએ તેને સમયબદ્ધ રીતે પૂરુ કરીને તેનુ લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની જે રાહ બનાવી છે તેના પર આગળ વધીને અમે ગુજરાતને દેશના અગ્રિમ રાજ્ય બનાવવા માટે પ્રયાસરત છે. મુખ્યમંત્રીએ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી કરવામાં આવેલ યોજનાબદ્ધ કાર્યોનુ વર્ણન કર્યુ અને માછીમારોના વિકાસ અને ઉત્કર્ષની પ્રતિબદ્ધતા દર્શાવી.

મત્સ્યોદ્યોગ તેમજ પર્યટન મંત્રી જવાહરભાઈ ચાવડાએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માછીમારોની ચિંતા કરીને તેમના વિકાસ માટે સંવદેનશીલતા સાથે અનેક કલ્યાણકારી નિર્ણય કર્યા છે. માછીમારોની માંગો પર પૂરતુ ધ્યાન આપીને અનેક યોજનાઓ લાગુ કરી છે. પર્યટન મંત્રીએ માછીમારોને આપવામાં આવી રહેલ મદદ અને રાહતોને ઝડપથી તેમના સુધી પહોંચાડવા માટે વિભાગ દ્વારા થઈ રહેલા કાર્યોન માહિતી આપીને કહ્યુ કે ડિઝલ સબસિડી સહિત અન્ય મદદ સીધી માછીમારોના બેંકના ખાતામાં મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત ટોકન પણ મોબાઈલ પર ઉપલબ્ધ થાય અને તેના માટે કાર્યાલયોના ધક્કા ન ખાવા પડે અને ઘરે બેઠા જ બધુ સુવિધાઓ મળે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કામ કરવામાં આવી રહ્યુ છે.

મત્સ્યોદ્યોગ વિભાગ સચિવ નલિન ઉપાધ્યાયે સ્વાગત ભાષણમાં વિભાગની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો જ્યારે કલેક્ટર અજય પ્રકાશે આભાર વ્યક્ત કર્યો.આ પ્રસંગે સાંસદ સહિત ઘણા સંગઠનોના પદાધિકારીઓ તથા માછીમાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રીનુ સમ્માન કર્યુ. સાગરપુત્ર ફાઉન્ડેશન તરફથી લખનભાઈ તથા વાલજીભાઈએ કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રીને ચેંક સોંપ્યો. કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચૂડસમા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, કાળુભાઈ રાઠોડ, જસાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, જેઠાભાઈ સોલંકી, અગ્રણી ઝવેરીભાઈ ઠાકર, માનસિંગભાઈ પરમાર, ગુજરાત મેરિટાઈમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રીમતી અવંતિકા સિંહ, કોસ્ટ ગાર્ડના કમાંડન્ટ એસકે વર્ગિસ, ઉદ્યોગ કમિશ્નર ડીપી દેસાઈ તથા મોટી સંખ્યામાં માછીમારો કોવિડ-19 ગાઈડ મુજબ ઉપસ્થિત હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X