ફેમ ઈન્ડિયા મેગેઝીને શ્રેષ્ઠતમ કામગીરી કરતા 25 સાંસદોની યાદીમાં ભાજપના 17 સાંસદોને સ્થાન આપ્યું
ફેમ ઈન્ડિયા મેગેઝીને શ્રેષ્ઠતમ કામગીરી કરતા 25 સાંસદોની યાદીમાં ભાજપના 17 સાંસદોને સ્થાન આપ્યું
ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સી દ્વારા દેશભરના સાંસદોમાંથી શ્રેષ્ઠતમ કામગીરી કરતા 25 સાંસદોની પસંદગી માટે વિવિધ માપદંડોથી કરેલા સંયુક્ત સર્વેમાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર.પાટીલની પસંદગી કરવામાં આવી છે તેમજ કચ્છના ભાજપાના સાંસદ વિનોદભાઈ ચાવડાની વ્યવહાર કુશળતા શ્રેણીમાં શ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી છે, જે રાજ્યના ભાજપાના કાર્યકર્તાઓ સહિત સમગ્ર ગુજરાતની જનતા માટે ગૌરવ લેવાની બાબત છે.

અત્રે નોંધનીય બાબત છે કે, અલગ અલગ માપદંડોના આધારે પસંદગી પામેલા દેશના 25 શ્રેષ્ઠ સાંસદોની સૂચિમાંથી 17 સાંસદો ભાજપાના છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવસારીના સાંસદ તરીકે કરેલી અભૂતપૂર્વ કામગીરીથી કોઈ અજાણ નથી, 2009થી તેઓ સાંસદ તરીકેની પોતાની જવાબદારીનું સુપેરે નિર્વહન કરી રહ્યા છે. પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ માટે, જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે, ડિજિટલ માધ્યમો અને ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થાન વધુ સુદ્રઢ કરવાના તેમના સફળ પ્રયનોના સકારાત્મક પરિણામો નવસારીની જનતાએ પ્રત્યક્ષ અનુભવ્યા છે.
સદંતર પોતાના મતક્ષેત્રની જનતા માટે ચિંતિત રહેતા શ્રી સી.આર.પાટીલને જનતાએ તેમની વિશિષ્ટ કાર્યપદ્ધતિથી સમર્પણના ભાવ સાથે કરેલા જનસેવાના કાર્યોના પરિણામસ્વરૂપે જ ગત લોકસભા ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં સૌથી વધુ લીડથી ભવ્ય વિજય અપાવ્યો છે.
આજે શ્રી સી.આર.પાટીલ આગવી અને પ્રભાવી કાર્યશૈલીથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, રાજ્યમાં ભાજપા સંગઠનને વધુ મજબૂત કરવાની સાથે સાથે તેમના સંસદીય ક્ષેત્ર નવસારી પર પણ તેઓ જરૂરી ધ્યાન આપીને સાંસદ તરીકેનો તેમનો ધર્મ નિભાવી રહ્યા છે.
કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન તેમણે નવસારીમાં કરેલા સેવાયજ્ઞથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. આજે જેમનાં હૈયે સદાય જનતાના હિતની વાત છે, ટેકનોલોજીના ઉપયોગથી સરળ વ્યસ્થાપન કરીને સમયબદ્ધતા સાથે કાર્ય પરિપૂર્ણ થાય તેવું પ્લાનિગ છે, રોડમેપના આધારે કાર્ય કરી રાજયના ભાજપા સંગઠનને દેશનું શ્રેષ્ઠ સંગઠન બનાવવાનું તેમનું લક્ષ્ય છે.












Click it and Unblock the Notifications
