જીસીએસ હોસ્પિટલે 6000 કોવિડ દર્દીઓની સફળ સારવાર કરી

જીસીએસ હોસ્પિટલે 6000 કોવિડ દર્દીઓની સફળ સારવાર કરી

કોરોનાની સારવાર માટે પૂર્વ અમદાવાદની જાણીતી જીસીએસ હોસ્પિટલે સારી ખ્યાતિ મેળવી છે. અત્યાર સુધીમાં કોરોનાના 6000 કોવિડ-૧૯ના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓને સારવાર કરવામાં આવી છે જે એક પ્રાઇવેટ ટ્રસ્ટ હોસ્પિટલ માટે ખુબ જ ગર્વદાયક સિદ્ધિ કહી શકાય. જીસીએસ હોસ્પિટલના કોવીડ વોર્ડસમાં કોવીડ સંક્રમિત નવજાત શિશુથી લઇ 100 વર્ષ સુધીની ઉમરના કોવિડ દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. મેથી લઇ ડિસેમ્બર સુધીમાં કોવીડ દર્દીઓની સૌથી વધુ સંખ્યા નવેમ્બર મહિનામાં રહી હતી તેમજ સ્ત્રી દર્દીઓની (37%) સરખામણીએ પુરુષ દર્દીઓનું પ્રમાણ (63%) વધારે જોવા મળ્યું હતું.

coronavirus

50 થી 70 વર્ષના વયજૂથમાં સૌથી વધારે દર્દીઓ જોવા મળ્યા હતા. તમામ દર્દીઓને નિયત ડાયેટ પ્રમાણે પૌષ્ટિક આહાર સ્વચ્છ કપડાં-ચાદર, સમયસર દવાઓ અને સારવાર, વાંચવા માટે પુસ્તકો, વગેરે મળી રહે તે બાબતોનું અચૂક ધ્યાન રાખવામાં આવ્યું છે. કોવિડ દર્દીઓની સારવાર માટે અલગ માળ અને અલગ સ્ટાફ તેમજ અલગથી લિફ્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે. નોન-કોવિડ દર્દીઓની તમામ સેવાઓ નિયમિત રીતે ચાલુ છે. જીસીએસ હોસ્પિટલમાં હવે કોવીડ-19ના નિદાન માટેની આરટીપીસીઆર ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ફક્ત 18 દર્દીઓ કોવીડ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

કોરોનાની મહામારી શરૂ થયાના સમયથી જ જીસીએસ હોસ્પિટલ કોરોના વાઈરસના દર્દીઓ તેમજ નોન-કોવીડ દર્દીઓ માટે પણ આશાનું કિરણ બની હતી. કોવીડ સિવાયના દર્દીઓની સારવાર માટે પણ જીસીએસ હોસ્પિટલ લોકડાઉન સમયગાળા દરમિયાનથી જ કાર્યરત છે. જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, સ્કીન, સાઈક્યાટ્રિ, ટીબી વિભાગ સિવાય સુપર-સ્પેશિયાલિટી વિભાગો જેવા કે, કાર્ડિયોલૉજી, કાર્ડિયાક સર્જરી, ન્યૂરો, ગેસ્ટ્રો, ઓન્કો, યુરો, નેફ્રો, પ્લાસ્ટિક સર્જરી, પીડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો માટે ઓપીડી અને ઈનડોર સારવાર સંપૂર્ણપણે કાર્યરત છે.

આ પણ વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X