For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓકલેન્ડ ટેસ્ટઃ ભારત પર હારનો ખતરો, બીજા દિવસે 130/4

|
Google Oneindia Gujarati News

ઓકલેન્ડ, 7 ફેબ્રુઆરીઃ ઇડન પાર્કમાં રમાઇ રહેલી ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 503 રન બનાવ્યા છે, જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ થઇ છે. બીજા દિવસનો ખેલ ખરાબ લાઇટના કારણે રોકી દેવામા આવ્યો છે. જેના કારણે ભારત પર હારનો ખતરો મંડળાઇ રહ્યો છે. બીજા દિવસના અંતે ભારતે ચાર વિકેટ ગુમાવીને 130 રન બનાવી લીધા છે. ભારત તરફથી રોહિત શર્મા 67 રન અને અજિંક્ય રહાણે 27 રન સાથે રમતમાં છે. ભારત તરફથી ધવન 0, પૂજારા 1, કોહલી 4 અને મુરલી વિજય 26 રન બનાવીને આઉટ થયા છે. ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટે 2, સાઉથી અને વેન્ગરે એક-એક વિકેટ મેળવી છે.

આ પહેલા બ્રેન્ડન મેક્કુલમે ધમાકેદાર બેવડી સદી ફટકારતા ન્યુઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 503 રન બનાવ્યા. આજે પડેલી છ વિકેટમાં ભારત તરફથી ઇશાંત શર્માએ ચાર, સામી અને જાડેજાએ એક એક વિકેટ મેળવી છે. બીજા દિવસે બ્રેંડન મેક્કુલમ અને કોરી એન્ડરસને ઇનિંગની શરૂઆત કરી હતી. બીજા દિવસે ન્યુઝીલેન્ડ તરફથી એન્ડરસને 77, વોલ્ટિંગે 1, સાઉથીએ 28, સોઢીએ 23, વેન્ગરે 0 અને મેક્કુલમે 224 રન ફટકર્યા છે.

ભારતની શરૂઆત ખરાબ

ભારતની શરૂઆત ખરાબ

ઇડન પાર્કમાં રમાઇ રહેલી ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 503 રન બનાવ્યા છે, જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ થઇ છે.

ટેસ્ટનો પહેલો દિવસ

ટેસ્ટનો પહેલો દિવસ

પહેલા દિવસનો ખેલ ખતમ થયો ત્યાં સુધી ન્યુઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 329 રન બનાવી લીધા હતા. ન્યુઝીલેન્ડ તરફથી સુકાની બ્રેડન મેક્કુલમે અને કેન વિલિયમ્સને સદી ફટકારી છે. ભારત તરફથી ઝહીર ખાન અને ઇશાંત શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

 મેક્કુલમનો આક્રમક અંદાજ

મેક્કુલમનો આક્રમક અંદાજ

ભારતે પહેલા બોલિંગ કરતા ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનોને ઝડપથી પેવેલિયન ભેગા કરી દીધા, પરંતુ બાદમાં કિવી બેટ્સમેનોએ સંભાળીને બેટિંગ કરી મેચમાં પુનરાગમન કર્યું હતું. બ્રેંડન મેક્કુલમ અને કેન વિલિયમ્સને મજબૂત બેટિંગ કરતી ટીમની કમાન સંભાળી. મેક્કુલમે આક્રમક અંદાજમાં 210 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા. જ્યારે કેન વિલિયમ્સને 172 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 113 રન ફટકાર્યા હતા.

 વિલિયમ્સન 113 રન બનાવી આઉટ

વિલિયમ્સન 113 રન બનાવી આઉટ

ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો ઇશાંત શર્માએ હેમિશ રદરફોર્ડને 6 અને રોસ ટેલરને 3 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યાં. પીટર ફુલ્ટનની વિકેટ ઝહીર ખાને લીધી હતી. ફુલ્ટન 13 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેક્કુમલ અને વિલિયમ્સને સંભાળીને બેટિંગ કરી હતી. જો કે, વિલિયમ્સન 113 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ ઝહીર ખાને લીઘી હતી.

ટેસ્ટનો પહેલો દિવસ

પહેલા દિવસનો ખેલ ખતમ થયો ત્યાં સુધી ન્યુઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 329 રન બનાવી લીધા હતા. ન્યુઝીલેન્ડ તરફથી સુકાની બ્રેડન મેક્કુલમે અને કેન વિલિયમ્સને સદી ફટકારી છે. ભારત તરફથી ઝહીર ખાન અને ઇશાંત શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

ભારતે પહેલા બોલિંગ કરતા ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનોને ઝડપથી પેવેલિયન ભેગા કરી દીધા, પરંતુ બાદમાં કિવી બેટ્સમેનોએ સંભાળીને બેટિંગ કરી મેચમાં પુનરાગમન કર્યું હતું. બ્રેંડન મેક્કુલમ અને કેન વિલિયમ્સને મજબૂત બેટિંગ કરતી ટીમની કમાન સંભાળી. મેક્કુલમે આક્રમક અંદાજમાં 210 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા. જ્યારે કેન વિલિયમ્સને 172 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 113 રન ફટકાર્યા હતા.

ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો ઇશાંત શર્માએ હેમિશ રદરફોર્ડને 6 અને રોસ ટેલરને 3 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યાં. પીટર ફુલ્ટનની વિકેટ ઝહીર ખાને લીધી હતી. ફુલ્ટન 13 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેક્કુમલ અને વિલિયમ્સને સંભાળીને બેટિંગ કરી હતી. જો કે, વિલિયમ્સન 113 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ ઝહીર ખાને લીઘી હતી.

English summary
1st Test 2nd day: New Zealand v India at Auckland
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X