ધોનીના નિશ્વાર્થ નિર્ણયનું સમ્માન કરો, અને કોહલીને સમય આપો: શાસ્ત્રી

સિડની, 4 જાન્યુઆરી: ભારતીય ક્રિકેટ ટીમના નિર્દેશ રવિ શાસ્ત્રીનું માનવું છે કે નવા કપ્તાન વિરાટ કોહલીને પોતાની આક્રમકતા યોગ્ય દિશામાં લગાવવી જોઇએ. તેમણે એ પણ જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટથી યોગ્ય સમયે સંન્યાસ લેનારા મહેન્દ્ર સિંહ ધોનીના 'નિશ્વાર્થ નિર્ણય' સમ્માન થવું જોઇએ.

શાસ્ત્રીએ જણાવ્યું કે કોહલીની આક્રમકતામાં કોઇ ખરાબી નથી, પરંતુ તેને ભવિષ્યમાં યુવા ટીમને એક ખતરનાક ટીમના રૂપમાં ઢાળવા માટે ઉપયોગમાં લેવી જોઇએ. તેમણે જણાવ્યું કે કોહલી યુવા કપ્તાન છે જે સમયની સાથે સારા ક્રિકેટર અને કપ્તાન બનશે.

ravi
તેમણે એ અટકળોનું પણ ખંડન કર્યું કે કોહલી અને તેમની વચ્ચેની વધતી નિકટતાને પગલે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક ધોરણે સંન્યાસ લઇ લીધો. તેમણે જોકે એ સ્વીકાર કર્યો કે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીની વચ્ચે અચાનક સંન્યાસની જાહેરાત તેમની અને ટીમ માટે આશ્ચર્યજનક હતું.

શાસ્ત્રીએ જોકે જણાવ્યું કે તેમના આ નિર્ણયની ટાઇમિંગને લઇને સવાલ ઊઠાવનારાઓને એ જાણ નથી કે ધોનીએ ભારતીય ક્રિકેટને શું આપ્યું છે. તેમણે આવતા મહિને વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે પૂર્ણકાલિન ભૂમિકા નિભાવવાના પણ સંકેત આપ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X