For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવાથી BCCI પર લાગી શકે છે મોટો પ્રતિબંધ!

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કૂટનીતિક સ્તર સાથે સાથે રમતગમત સ્તરે પણ ભારત પાકને અળગુ કરવા માટે ઝડપથી કોશિશ કરી રહ્યુ છે. આ કોશિશમાં એક માંગ એવી પણ ઉઠી છે કે ભારતે આવનારા વિશ્વકપમાં પાકિસ્તાન સાથે થનારી મેચનો બહિષ્કાર કરવો જોઈએ. આના માટે બીસીસીઆઈએ પોતાના તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર એ પણ આવ્યા હતા કે બીસીસીઆઈ અધિકારીઓએ આ બાબતે આઈસીસીને મોકલવા માટે પત્ર પણ તૈયાર કરી લીધો છે.

bcci

જો કે લેટેસ્ટ જાણકારી મુજબ આ બધુ એટલુ સરળ નથી રહેવાનુ અને પાકિસ્તાનનો બહિષ્કાર કરવાનો ભારતનો દાવ ઉલટો પણ પડી શકે છે. આવુ ખુદ સરકારી સૂત્રોનું માનવુ છે કે પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની કોશિશસ કરવામાં ક્યાંક ભારત જ વિશ્વ સમુદાયથી અલગ ન પડી જાય. આટલુ જ નહિ સૂત્રોનું એ પણ માનવુ છે કે જો પાકિસ્તાન સામે મેચ ન રમવાથી ભારતને માત્ર બે પોઈન્ટનું નુકશાન થશે એટલુ જ નહિ પરંતુ આઈસીસી દ્વારા બીસીસીઆઈ ઉપર પ્રતિબંધ પણ લાગી શકે છે.

તમને જણાવી દઈએ કે ભારતે દિલ્લીમાં ચાલી રહેલ શૂટિંગ વિશ્વકપ માટે પાકિસ્તાનના બે શૂટર્સને વિઝા આપવામાં અડચણ દર્શાવી હતી જેના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ભારતને આગામી ઓલિમ્પિક સંબંધી આયોજનોની યજમાનીથી પ્રતિબંધિત કરી દીધુ છે. એટલુ જ નહિ આ શૂટિંગ વિશ્વકપે ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈંગ દરજ્જો પણ છીનવી લીધો છે. ભારત માટે આ મોટો ઝટકો છે. એવામાં સરકારી સૂત્રોનું માનવુ છે કે આપણે જલ્દીમાં એવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ જેનાથી આપણને વધુ નુકશાન ઝેલવુ પડે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાનઆ પણ વાંચોઃ અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન

English summary
accoirding sources icc can ban bcci ir india boycott world cup match pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X