AFG vs ENG : અફઘાનિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર, જાણો પાકિસ્તાનના કેટલા ચાન્સ?
ઇંગ્લેન્ડ સામે હાર સાથે જ અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ 2023માં સેમિફાઈનલ રમવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. અફઘાનિસ્તાન મેચ પુરો થાય તે પહેલા જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી.
આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ટીમ જીત માટે મેદાને ઉતરી પણ સાઉથ આફ્રિકાએ જીત મેળવીને આશાઓ પર પામી ફેરવી દીધુ.

મેચ પહેલા અફઘાનિસ્તાનની નેટ રન રેટ -0.338 અને ન્યુઝીલેન્ડની રન રેટ 0.743 હતી. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમને નેટ રન રેટ મામલે કિવી ટીમથી આગળ જવા માટે 434 રનથી મેચ જીતવી જરૂરી હતી. જો કે પ્રથમ બેટિંગ કરતા 244 રન જ બનાવી શકી હતી. આ સ્થિતિમાં તેનું પત્તુ કપાઈ ગયુ.
ન્યુઝીલેન્ડના 9 મેચમાં 10 પોઈન્ટ છે જ્યારે અફઘાનિસ્તાનના 8 મેચમાં 8 પોઈન્ટ છે. જો અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકા સામે જીતતી તો તેના 9 મેચમાં 10 પોઈન્ટ થઈ જતા. જો કે તેના માટે તેને મોટા અંતરથી જીત જરૂરી હતી.
અત્યાર સુધી ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડનું લગભગ સેમીફાઈનલ રમવું નિશ્ચિત છે. પાકિસ્તાન જીતે તો પણ નેટ રન રેટને કારણે બહાર થઈ જશે.
અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં જગ્યા ન બનાવી શકી પરંતુ તેને પુરી દુનિયાને ચૌકાવી છે. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને 3 પૂર્વ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ અને શ્રીલંકા કરતા ઉપર રહી છે.
અફઘાનિસ્તાન 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. પાકિસ્તાન સહિત ટોપ-8 ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મળશે.












Click it and Unblock the Notifications
